રાત્રે નારાયણ સરોવર પાસે બિપરજોયનું લેન્ડફોલ

અમરેલી,
ગુરૂવારની રાત્રે ખતરનાક વાવાઝોડું બિપરજોય દરિયામાંથી કચ્છ તરફ લેન્ડફોલ માટે ઘસમસતુ આવી રહયું હોય ત્યાની સ્થિતિ અંગે રાજયના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ અવધ ટાઇમ્સને રાત્રે પોણા અગિયાર વાગ્યે ભુજની કલેકટર કચેરીએથી મોબાઇલ ઉપર જણાવ્યું હતુ કે હાલમાં નારાયણ સરોવર પાસે એકસો કીલોમીટરની ઝડપે પવન ફુંકાઇ રહયો છે તથા નલીયા અને જખૌ આસપાસ 50 થી 60 કીલોમીટર જેવી ઝડપે પવન છે નારાયણ સરોવર પાસે બિપરજોય લેન્ડફોલ થઇ રહયું છે જેના કારણે નલીયા અને જખૌ ઉપર ઓછીે અસર થવાની શકયતા છે અને કરાચી તરફ વધ્ાુ અસર રહેશે છતા અહી એરફોર્સ, નેવી, એનડીઆરએફ સહિતની બચાવ ટુકડીઓ તૈનાત છે અને જખૌ,કે નલીયા અને લખપત આસપાસના ગામોના લોકોને પાકા મકાનોમાં ખસેડી લેવામાં આવ્યા છે કાચા મકાનોમાંથી તમામ ગ્રામજનોને હટાવી લેવામાં આવ્યા છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય કેબીનેટ મંત્રી શ્રી પરસોતમ રૂપાલાને દેવભુમી દ્વારકા અને શ્રી મનસુખ માંડવીયાને કચ્છની કેન્દ્ર સરકારે જવાબદારી સોંપી છે તથા સાથે સાથે અમરેલી જિલ્લાના વતની અને કામરેજના ધારાસભ્ય અને રાજય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા તથા શ્રી ૠષિકેશ પટેલ કચ્છમાં કેમ્પ કર્યો છે શ્રી પાનશેરિયા કેટલાય દિવસોથી ભુજમાં તંત્રને માર્ગદર્શન આપી રહયા છે.અવધ ટાઇમ્સના ભુજના પ્રતિનિધિ જયશ્રી મહેતાએ જણાવેલ કે વાવાઝોડા માટે સરકારના મંત્રીશ્રીઓ સતત મોનીટરીંગ કરી રહયા છે તથા મુખ્યમંત્રી સીધા સંપર્કમાં છે.