રાત્રે 10 વાગ્યે જિલ્લો બંધ : શ્રી નિર્લિપ્ત રાય દ્વારા તકેદારીના પગલા

અમરેલી,અમરેલી જિલ્લામાં કોરોના મહામારીને અટકાવવા કલેકટર શ્રી આયુષકુમાર ઓક તથા ડીડીઓ શ્રી તેજસ પરમાર અને આરોગ્ય અધિકારીશ્રી પટેલ સહિતની ટીમ કામે લાગી ગયેલ છે પણ કોરોના વધ્ાુ ફેલાતો અટકાવવા માટે એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા પણ અનેક પગલાઓ લેવાઇ રહયા છે અમરેલીમાં ભરાતી રવીવારી બંધ રાખવાની સુચના આપવામાં આવી છે તથા શહેરમાં સુચના છતા વધ્ાુ પ્રમાણમાં બીનજરુરી લોકોના ટોળા એકઠા થશે તો પોલીસ કાનુની કાર્યવાહી કરશે કારણ કે શહેરમાં જાહેર સ્થળોએ એકઠા થવા સામે 144મી કલમ અગાઉથી લાગુ છે
આ ઉપરાંત સૌથી મોટો નિર્ણય એ પણ એસપીશ્રી દ્વારા લેવાયો છે કે, શહેરમાં ખાણીપીણીની લારી,ચા અને પાનના ગલ્લાએ લોકોને એકઠા ન થવા સુચના આપી અને હવેથી ખાણીપીણીની વસ્તુઓ જાહેરમાં લારીએ બેસીને નહી ખાઇ શકાય તેના પાસર્લ જ ઘેર કે અન્ય જ્રયાએ લઇ જવા આદેશ અપાયા છે.
જનહીતમાં એસપીશ્રીએ જાહેર કરેલા પગલાઓ મુજબ પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારોને સેનીટાયઝરનો ઉપયોગ કરવો અથવા હેન્ડવોશ કે પાણીથી હાથ ધોઇ પ્રવેશ આપવો પોલીસ સ્ટેશનમાં આવતા અરજદાર કે ફરીયાદી સાથે ફકત એક જ વ્યક્તિ જોડે આવે તે રીતની સુચના આપવી.દરેક પોલીસ સ્ટેશનના અઘિકારીશ્રીએ પોતાના વિસ્તારમાં જ્યાં ગુજરી બજાર ભરાતી હોય અથવા જાહેરમાં કપડા વહેંચતા હોય, તે તાત્કાલિક બંધ કરાવી દેવું. પોલીસ સ્ટેશનના અધિકારીએ પોતાના વિસ્તારમાં જાહેરમાં કે રોડ ઉપર ખુલ્લામાં નાસ્તો કરી શકાય તેવા લારી, ગલ્લાં બંધ કરાવી દેવા.જ્યાં જાહેરમાં કે રોડ ઉપર ભોજન મળતું હોય ત્યાં ધાબા કે રેકડી વાળાને ખુલ્લામાં જમાડવાની સ્પષ્ટ ના પાડી દેવી. પરંતુ ત્યાંથી પાર્સલ લઈ જવા દેવાની, વધુ લોકો ભેગા ન થાય તે રીતેની છુટ આપવી.
તમામ પોલીસ સ્ટેશનના અધિકારીએ પોતાના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવાનું રહેશે અને નગરપાલિકાના માણસોને સાથે રાખી પેટ્રોલીંગ દરમ્યાન જાહેરમાં થુંકતા લોકોને દંડ કરવો.તેમજ પોલીસ સ્ટેશનના અધિકારીએ પોતાના વિસ્તારમાં પાંચ કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવા દેવા નહીં.થાણા અધિકારીએ પોલીસ સ્ટેશનના તમામ અધિકારી/કર્મચારીઓ માટે માસ્ક તથા જરૂરી સેનીટાયઝરની ખરીદી કરવી.અને તમામ પોલીસ સ્ટેશનના અધિકારીએ પોતાના વિસ્તારમાં કલાક-22/00 વાગ્યે દુકાનો, હોટેલો, ખુલ્લી બજારો તથા જ્યાં વધુ લોકો એકત્રિત થાય તેવી જગ્યાઓ વિગેરે બંધ કરાવી દેવું.