રાની મુખર્જી-આદિત્ય ચોપરાએ દીકરીના પાંચમા જન્મદિવસ પર આપી લૅવિશ પાર્ટી

કોરોનાને કારણે બોલિવૂડમાં છેલ્લાં છથી સાત મહિનાથી કોઈ બિગ પાર્ટી યોજાઈ નહોતી. હાલમાં જ ફિલ્મમેકર આદિત્ય ચોપરાએ પોતાની દીકરી અદિરાના પાંચમા જન્મદિવસની બર્થડે પાર્ટી આપી હતી. બાર્બી-થીમ પાર્ટી યોજાઈ હતી. રાની-આદિત્યે પોતાના બંગલાને રોશનીથી ડેકોરેટ કર્યો હતો. પાર્ટીમાં કરન જોહરના ટ્વિન્સ, તુષાર કપૂર દીકરા લક્ષ્ય સાથે આવ્યો હતો.
રાની મુખર્જીની માતા ક્રિષ્ના મુખર્જી પણ આવ્યાં હતાં. અનિલ કપૂરની પત્ની સુનીતા પણ જોવા મળી હતી. રાની તથા આદિત્યના બંગલાની બહાર એક મોટું બોર્ડ લગાવવામાં આવ્યું હતું અને તેમાં અદિરાનું નામ લખવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાની મુખર્જીએ વર્ષ ૨૦૧૪માં એપ્રિલ મહિનામાં ઈટલીમાં આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યાં હતાં. ૨૦૧૫માં રાનીએ દીકરી અદિરાને જન્મ આપ્યો હતો. સામાન્ય રીતે સ્ટાર કિડ્સની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થતી હોય છે. જોકે, આદિત્યે પોતાની દીકરીની તસવીરો મીડિયામાં ના આવે તે વાતનું પૂરું ધ્યાન રાખ્યું છે. રાની મુખર્જી છેલ્લે ફિલ્મ ’મર્દાની ૨’માં જોવા મળી હતી.