રાફેલના આવવાથી પડોશી દૃેશોમાં ભૂકંપ આવી ગયો

  • ઓપનર શિખર ધવને રાફેલનું સ્વાગત કર્યું
  • રાફેલ આવતાની સાથે સોશિયલ મીડિયા ઉપર લોકોએ સલામ કરી છે : ભારતીય ક્રિકેટર પણ પાછળ રહૃાા નથી

હિન્દૃુસ્તાનની એરફોર્સમાં દૃુનિયાના સૌથી ખતરનાક લડાકુ વિમાન રાફેલ સામેલ થઈ ગયા છે. આ સાથે જ ભારતના એરફોર્સની તાકાત ડબલ થઈ ગઈ છે. ફ્રાન્સથી આવેલા પાંચ વિમાને ભારતના અંબાલા એરબેસ પર લેન્ડીંગ કરી છે. રાફેલ વિમાનની લેન્ડીંગ સાથે જ કોરોડો ભારતીયોની છાતી ગર્વથી ફૂલી ગઈ છે. રાફેલ ભારતમાં આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોએ તેને સલામ કરી છે. જેમાં ભારતીય ક્રિકેટર પણ પાછળ રહૃાા નથી.
ભારતીય ઓપનર શિખર ધવને રાફેલનું સ્વાગત કરતા ટ્વિટ કર્યું કે ઘરમાં સ્વાગત છે ગોલ્ડન એરોજ. આપણા દૃેશ માટે અદ્ભુત ક્ષણ. શિખર ધવને રાફેલના આગમનને દૃેશ માટે અદ્ભુત તક બતાવી છે. જ્યારે ક્રિકેટર મનોજ તિવારીએ જોશમાં એવું ટ્વિટ કરી દીધું કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. મનોજ તિવારીએ ટ્વિટ કરીને લખ્યું કે ભારતમાં રાફેલની લેન્ડીંગ સાથે પડોશી દૃેશોમાં ભૂકંપનો આવી ગયો છે.
મનોજ તિવારીએ ટ્વિટ કર્યું કે રાફેલ વિમાનોની ભારતમાં લેન્ડિંગ સાથે પડોશી દૃેશોમાં ૮.૫ની તીવ્રતાનો ભૂકંપ આવી ગયો છે. કોઈ મોત થયા નથી. આપણા એરફોર્સને તેનાથી વધારે શક્તિ મળશે. ભવિષ્યમાં આપણા પડોશી ઉફસાવાની સ્થિતિમાં નહીં રહે. તે હસતા ચહેરા અને હસતી આંખો સાથે રહેશે.
રાફેલ દૃુનિયાનું સૌથી તાકાતવર લડાકુ વિમાન છે. આ સેંકડો કિલોમીટર સુધી અચૂક નિશાન લગાવી શકે છે. જે પ્રકારનું નિશાન રાફેલનું છે. આવી ક્ષમતા ચીન અને પાકિસ્તાન બંને દૃેશોમાં પાસે રહેલા વિમાનોમાં નથી. રાફેલમાં ૧૫૦ કિલોમીટર મારક ક્ષમતાવાળી મીટિયોર મિસાઇલ લાગેલી છે. એનો અર્થ એ છે કે ૧૫૦ કિલોમીટર દૃૂર થી જ કોઈ બીજા વિમાનને ધ્વસ્ત કરી શકે છે. ભારતને કુલ ૩૬ રાઇફલ મળવાના છે. જેમાં હાલ ૫ની ડિલિવરી થઈ છે.