રાફેલ જેટ્સમાં ઉમેરાયું અભેદ્ય હથિયાર: હેમર મિસાઇલનો સમાવેશ

ભારતીય વાયુસેનાનો ભાગ બની ચુકેલા રાફેલ યુદ્ધ વિમાન પોતાના દુશ્મનોનો ખાતમો બોલાવવા સંપૂર્ણ રીતે તૈયાર છે. આ યુદ્ધ વિમાન માટે એરફોર્સે જે ખાસ હથિયાર HAMMER ની માંગણી કરી હતી તેનો લાઈટ ટેસ્ટ કરવામાં આવ્યો છે. HAMMER એક એવુ હથિયાર છે જે GPS વગર પણ પોતાના ટાર્ગેટનો શોધીને ખાતમો બોલાવી શકે છે.
દક્ષિણ-પશ્ર્ચિમી ફ્રાંસમાં આ મિસાઈલના ૧,૦૦૦ કિલોના વર્ઝનનો રાફેલ સાથે લાઈટ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. લગભગ ૧૨૦૦ કિલો વજન ધરાવતી SCALP ક્રુઝ મિસાઈલ પણ રાફેલ વડે દાગી શકાશે. આ મિસાઈલ પણ ભારત આવનારા રાફેલ વિમાનનો મહત્વનો ભાગ રહેશે.
HAMMER મિસાઈલની રેંજ્જ ૨૦ થી ૭૦ કિલોમીટર સુધીની હોઈ શકે છે. એટલે કે લોન્ચ એરક્રાટ દુશ્મનના એર ડિફેંસ સિસ્ટમની નજરમાં ના આવી શકે. ખાસ વાત એ છે કે, વિસ્તાર ગમે તેવો હોય પણ આ મિસાઈલ દુશ્મનને શોધીને પાર પાડ્યે છુટકો કરે છે. આ મિસાઈલને ઓછી ઉંચાઈ અને પહાડી વિસ્તારમાં પોતાનો શિકાર શોધવામાં મહારત હાંસલ છે. માટે જ રાફેલને ચીન અને પાકિસ્તાન સરહદે તૈનાત કરવાની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે.
આ એક ગાઈડેડ મિસાઈલની માફક કામ કરે છે અને બોમ્બની માફક પણ. આ એક મોડ્યુલર હથિયાર છે. જેનો અર્થ એ થયો કે તેને ચલાવવા માતે કોઈ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવાની જરૂર નથી. તેને સેટેલાઈટ ગાઈડેંસ, ઈન્ફ્રારેડ સીકર અને લેઝર દ્વારા ગાઈડ કરી શકાય છે.
HAMMER કિટને જુદી જુદી સાઈઝના બોમ્બ સાથે ફીટ કરી શકાય છે. આ મિસાઈલ ૧૨૫ કિલો, ૨૫૦ કિલો, ૫૦૦ કિલો અને ૧૦૦૦ કિલોના બોમ્બ છોડી શકે છે. ૧૦૦૦ કિલોનું જે વર્ઝનનો લાઈટ ટેસ્ટ થયો છે તે ભલભલા બંકરનું પણ નામોનિશાન મિટાવી શકે છે. આ મિસાઈલ કોંક્રિટના મજબુત કવરને પણ ભેદી શકે છે.