રામમાં ઓતપ્રોત શ્રી પરસોતમ રૂપાલા હજારો લોકો માટે “”રામ’’ બની ગયા

  • જેને દરેક ચોપાઇ કંઠસ્થ છે અને રામાયણ લખ્યુ છે તેવા
  • શ્રી રામનું ઉપનામ ધરાવતા શ્રી રૂપાલાની રામ સાથે અનોખી લેણાદેણી

અમરેલી,
ભાજપના તેજાબી વક્તા અને થીંક ટેન્ક ગણાતા શ્રી પરસોતમ રૂપાલાને આજે તેમના હજારો ચાહકોએ યાદ કર્યા હતા કારણકે પ્રભુ શ્રી રામમાં ઓતપ્રોત એવા શ્રી રૂપાલાને તેમના અંગત સમર્થકો મિત્રો અને કાર્યકરો તે આચાર્ય રહી ચુક્યા હોવાને કારણે રૂપાલા સાહેબ ઉપરાંત રામના નામે પણ સંબોધ્ો છે.1991 માં શ્રી રૂપાલા અમરેલીના ધારાસભ્ય હતા ત્યારે રામ મંદિરનો સંકલ્પ થયો હતો આજે રામ મંદિરનો શિલાન્યાસ કરનાર શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકારમાં શ્રી રૂપાલા મંત્રી છે બહુ ઓછા લોકોને એ ખબર છે કે શ્રી રૂપાલાએ જાતે રામાયણ લખી છે અને રામાયણની દરેક ચોપાઇઓ તે કંઠસ્થ છે ભગવાન રામને આદર્શ માનનાર શ્રી રૂપાલા રામાયણના પ્રખર અભ્યાસુ અને તેમણે શ્રી રામનો સૌથી વધ્ાુ પ્રચાર કર્યો છે અને સામાજિક રીતે પણ તેમના આદર્શો અનુકરણીય છે.