’રામાયણ’ ફૅમ દીપિકા ચિખલિયાના સસરાનું થયું નિધન

રામાનંદ સાગરની ’રામાયણ’માં સીતામાતાનો રોલ પ્લે કરનાર દીપિકા ચિખલિયાના સસરા ભીખુભાઈ ડાહૃાાભાઈ ટોપીવાલાનું અવસાન થયું હતું. દીપિકાએ સો.મીડિયામાં સસરાને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ શૅર કરી હતી.

દીપિકાએ સો.મીડિયામાં સસરાની તસવીર સાથે એક નોટ શૅર કરી હતી. આ તસવીર પોસ્ટ કરીને દીપિકાએ કહૃાું, ’રેસ્ટ ઈન પીસ. તે મારા સસરા હતા, પરંતુ હંમેશાં મને એક દીકરીની જેમ રાખી. હંમેશાં મને સલાહ આપી. તેઓ હંમેશાં કંઈક અલગ વિચારતા હતા. પપ્પા તમારી બહુ જ યાદ આવશે. તમે અમારા દિલમાં, અમારી પ્રાર્થનામાં હંમેશાં રહેશો.’

દીપિકાના સસરા ૮૮ વર્ષના હતા. દીપિકાએ શૅર કરેલી તસવીરમાં પરિવારની નોટ પણ હતી, જેમાં કહેવામાં આવ્યું હતું, ’દુનિયા માટે દૂરદર્શી હતા. એક એવી વ્યક્તિ, જે પોતાના સમયથી ઘણાં જ આગળ હતા, પોતાના વ્યક્તિઓ માટે તાકત હતા, તેમની હાજરીમાં શાંતિ અનુભવાતી હતી, તેમણે અમને હિંમત તથા ગરિમા સાથે જીવવાનું શીખવ્યું છે. તેઓ એવા વ્યક્તિ હતા, જેમણે અમને અમારા સપનાઓ પાછળ દોડતા શીખવ્યું અને જીવનને પૂરી રીતે જીવતા શીખવ્યું. હંમેશાં યાદ રહેશો. મણીબેન ટોપીવાલા.’

દીપિકા ચિખલિયાએ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યાં છે. શ્રૃંગાર ચાંદલા તથા ટિપ્સ એન્ડ ટો કોસ્મેટિક કંપનીના માલિક છે. બંનેની મુલાકાત એક જાહેરાતના શૂટિંગ દરમિયાન થઈ હતી.

દીપિકા ચિખલિયાએ કરિયરની શરૂઆત ૧૯૮૩માં આવેલી ફિલ્મ ’સુન મેરી લૈલા’થી કરી હતી. ત્યારબાદ દીપિકા સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી. ૧૯૮૭માં દીપિકાએ ’રામાયણ’ સિરિયલમાં કામ કર્યું હતું. આ સિરિયલથી દીપિકા ચિખલિયા દેશમાં જ નહીં વિશ્ર્વભરમાં લોકપ્રિય થઈ હતી. રિયલ લાઈફમાં પણ ચાહકો તેને સીતામાતા કહીને બોલાવતા હતા. દીપિકાએ ૧૯૯૧માં વડોદરાની સીટ પરથી ભાજપની ટિકિટ પરથી લોકસભાની ચૂંટણી લડી હતી.