રામ જન્મ ભૂમિ પૂજનને લઇ માતા હીરાબાએ પીએમ મોદીને આપ્યા આશીર્વાદ

ગાંધીનગર,
પીએમ મોદીના હસ્તે ૫ ઓગસ્ટના દિવસે રામ મંદિર ભૂમિ પૂજન કરવામાં આવશે. જેને લઇ પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા જવાના છે. માતા હીરાબાએ પણ પીએમ મોદીને ખૂબ આશીર્વવાદ આપ્યા અને કહૃાું કે, મને ગૌરવ છે કે, દેશના પ્રધાનમંત્રી અને અમારા પરિવારના સભ્ય દ્વારા ભૂમિ પૂજન થઇ રહૃાુમ છે. પીએમ નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ ઝી ૨૪ કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પીએમ મોદીના હસ્તે રામ મંદિરનું ભૂમિ પૂજન આનંદ અને ગર્વની ક્ષણ છે. જ્યારે માતા હીરાબાએ પણ પીએમ મોદીને ખૂબ આશીર્વાદ આપ્યા અને કહૃાું- મને ગૌરવ છે કે દેશના પ્રધાનમંત્રી અને અમારા પરિવારના સદસ્ય દ્વારા ભૂમિ પૂજન થઈ રહૃાું છે. ૫ ઓગષ્ટના દિવસે સાંજે ઘરે દીપ પ્રગટાવી દિવાળીનો પર્વ ઉજવીશું.
દેશવાસીઓ પણ ભૂમિ પૂજનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહયા છે. એક રિપોર્ટ અનુસાર, પીએમ મોદી ૫ ઓગસ્ટે સવારે ૧૧.૩૦ કલાકે પહોંચી જશે. તેઓ સાકેત વિશ્ર્વવિદ્યાલયથી રામજન્મભૂમિ તરફ આવશે. આ દરમિયાન પ્રધાનમંત્રી હનુમાનગઢી પણ જશે. પ્રાપ્ત જાણકારી અનુસાર કાર્યક્રમમાં ૨૦૦ ગેસ્ટ સામેલ થશે. તેમાં વિશિષ્ટ અતિથિઓની સાથે સાધુ-સંત અને અધિકારીઓના સામેલ થવાની જાણકારી છે. રિપોર્ટસ પ્રમાણે પ્રધાનમંત્રી મોદી અયોધ્યામાં રામ મંદિર પ્રવાસ દરમિયાન ભાષણ પણ આવશે. તેમનો કાર્યક્રમ બે કલાકનો રહેશે.