સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રસ્તાવિત અયોધ્યા યાત્રાનો વિરોધ કર્યો છે. ઓવૈસીએ કહૃાું છે કે પ્રધાનમંત્રી તરીકે અયોધ્યામાં ભૂમિપૂજન કાર્યક્રમમાં વડાપ્રધાનનું સામેલ થવું વડાપ્રધાનના સંવૈધાનિક શપથનું ઉલ્લંઘન હશે. એઆઇએમઆઇએમ અધ્યક્ષ ઓવૈસીએ કહૃાું કે ધર્મનિરપેક્ષતાએ બંધારણની મૂળ રચનાનો એક ભાગ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ૫મી ઑગસ્ટના રોજ અયોધ્યા જવાનો કાર્યક્રમ છે. અહીં તેઓ રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ થશે. શ્રીરામજન્મભૂમિ તૂર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તેના રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા કેટલાંય લોકોને આમંત્રણ આપ્યું છે.
એઆઇએમઆઇએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પ્રશ્ર્ન ઉઠાવ્યો છે અને પ્રધાનમંત્રી કાર્યાલયને સંબોધિત કરતાં ટ્વીટ કરી છે. ઓવૈસીએ લખ્યું કે પ્રધાનમંત્રી તરીકે સત્તાવાર રીતે ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ થવું તે સંવૈધાનિક શપથનું ઉલ્લંઘન હશે. ધર્મનિરપેક્ષતા એ બંધારણની મૂળ રચનાનો એક ભાગ છે.