રામ મંદિરનુ નિર્માણ શરુ થતા જ કોરોનાનો વિનાશ થશે: મધ્યપ્રદેશના પ્રોટેમ સ્પીકર

કોરોના કાળમાં પણ નેતાઓ ગમે તેવા નિવેદન આપતા અચકાઈ રહૃાા નથી. મધ્યપ્રદેશના પ્રોટેમ સ્પીકર રામેશ્ર્વર શર્માએ વિવાદીત નિવેદન આપતા કહૃાુ છે કે, રામ મંદિરના નિર્માણની શરુઆત સાથે જ કોરોનાનો અંત આવી જશે. સતયુગમાં રાક્ષસોનો વધ કરવા માટે ભગવાન રામે જન્મ લીધો હતો.એ જ રીતે પાંચ ઓગષ્ટે જેવુ મંદિરનુ નિર્માણ શરુ થશે કે કોરોનાનો વિનાશ પણ શરુ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામ મંદિરના બાંધકામનો શિલાન્યાસ ૫ ઓગસ્ટે પીએમ મોદીના હસ્તે થવાનો છે.જેમાં તમામ રાજ્યોના સીએમને હાજર રહેવા માટે આમંત્રણ અપાયુ છે. આ સમારોહમાં માત્ર ૨૦૦ વ્યક્તિઓને જ એન્ટ્રી અપાવાની છે.