રામ મંદિર નિર્માણ: ૨૦૨૪ પહેલાં અયોધ્યામાં ભવ્ય મંદિર બનીને તૈયાર થઇ જશે

અયોધ્યા,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં ભૂમિપુજનની સાથે જ રામ મંદિર નિર્માણનું કાર્ય ઝડપથી શરૂ થઈ જશે. તેમ છતાં દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે ભવ્ય રામ મંદિર કયાં સુધી બનીને તૈયાર થઈ જશે અને શ્રદ્ધાળુઓને રામલલાના દર્શન કરવાનો મોકો ક્યારે મળશે? એવામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે રામ મંદિર બનવાનો એક સમય નક્કી કર્યો છે અને ૨૦૨૪ પહેલા અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ જશે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે અયોધ્યામાં મંદિૃર નિર્માણ માટે સાડા ત્રણ વર્ષમાં કોઈ પણ કાળે બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. ટ્રસ્ટે મંદિર નિર્માણ માટે લાર્સન એન્ડ ટૂબ્રો કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. જો કે, ટ્રસ્ટે મંદિર નિર્માણ માટે ૩૨ મહીનાની અંદરનો સમય આપી રાખ્યો છે જેથી જો થોડું ઘણું કામ રહી જાય તો તે સમયમાં પુરું કરી શકાય છે.
રામમંદિર નિર્માણ માટે ટ્રસ્ટે ભૂમિપુજન પછીના સાડા ત્રણ વર્ષનો લક્ષ્ય રાખ્યો છે. શરૂઆતી દોઢ વર્ષમાં મંદિરના ભૂમિ તળ પર નિર્માણ કાર્ય પુરું કરવાનો સમય નક્કી કર્યો છે. ત્યારબાદ આગામી બે વર્ષોમાં ઉપરી ભાગો પર નિર્માણ કાર્યને પુરું કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ રીતે સાડા ત્રણ વર્ષમાં મંદિરના શિખર સુધીનું કામ પુરું કરી લેવાનું છે.
જો કે, દેશભરમાં જે સ્થળો પર શિલાપુજન થયું છે, તે તમામ શિલાઓનો ઉપયોગ રામ મંદિર ના નિર્માણમાં કરવામાં આવશે. એટલું જ નહીં, અયોધ્યાના કારસેવક પુરમમાં બનાવવામાં આવેલી કાર્યશાળામાં જે પથ્થરોને પારખીને અલગ રાખવામાં આવ્યા છે, તેનો પણ ઉપયોગ રામ મંદિરના નિર્માણમાં થશે. આ શિલાઓ અને પથ્થરો સિવાય પણ અયોધ્યાના કારસેવક પુરમમાં હજારો હજારની સંખ્યામાં ઈંટો પણ રાખેલી છે, જેમાં દેશના અલગ અલગ ભાગોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ પોતાની શ્રદ્ધાના રૂપમાં અહીં ઈંટ રાખી છે.
અયોધ્યાના કારસેવક પુરમમાં જે ઈંટ રાખેલી છે તે તમામ ઈંટોનો ઉપયોગ પણ રામ મંદિરના નિર્માણમાં કરવામાં આવશે. આ રીતે રામમંદિર નું નિર્માણને જે સાડા ત્રણ વર્ષનો ટાર્ગેટ ટ્રસ્ટે રાખ્યો છે, તેનાથી તો લાગી રહૃાું છે કે વર્ષ ૨૦૨૪માં આવનાર રામનવમી સુધી મંદિરના નિર્માણનું કાર્ય પુરું કરી લેવામાં આવશે અને શ્રદ્ધાળુઓને શ્રી રામલલા વિરાજમાનના દર્શન કરવાનો મોકો મળી જશે.