રામ મંદિર ભારતના આધુનિક ઈતિહાસનું પ્રતિક બનશે: મોદી

આખરે ભગવાન રામલલ્લાનો ૪૯૨ વર્ષનો વનવાસ ખત્મ,દેશ માટે ઐતિહાસિક ક્ષણ,રામ મંદિરનો વડાપ્રધાનના હસ્તો શિલાન્યાસ

– ૪૦ કિલોની ચાંદીની ઇંટ મૂકી ભૂમિપૂજન કર્યું, વડાપ્રધાનો રામલલ્લાના દર્શન કરી આરતી ઉતારી ત્ો પહેલાં હનુમાનગઢીના પણ દર્શન કર્યા, પરિજાતનું વૃક્ષારોપણ કર્યું

– ટૂટવું અને ફરી ઉભા થવું સદીઓથી ચાલી રહેલા આ ક્રમથી રામ જન્મભૂમિ આજે મુક્ત થઈ છે

– વર્ષોથી રામલલ્લા ટેન્ટમાં રહેતા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે, સમગ્ર ભારત આજે રામમય, દરેક મન રોમાંચિત અને દરેક ઘર દીપમય છે

– રામ રાજ કીન્હે બિનુ મોહિ કહાં વિશ્રામ,સદીઓનો ઇંતઝાર આજે પૂરો થયો, આ મંદિર માનવતાને પ્રેરણા આપતું રહેશે, રામ સૌના છે, સૌમાં વસેલા છે

– શ્રીરામની ઊત શકિત, ઇમારતો તૂટી પણ અસ્તિત્વ ન સમાપ્ત ન થયુ

વડાપ્રધાન મોદીની સાથે સ્ટેજ પર મોહન ભાગવત, યોગી આદિત્યનાથ, આનંદીબોન પટેલ, બાબરી મસ્જિદના પક્ષકાર અંસારી હાજર રહૃા હતા

ભૂમિ પૂજન બાદ મોદીએ રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ બહાર પાડી

(જી.એન.એસ)

આજે ભારતનાં કરોડો દેશવાસીઓનું સદીઓ જૂનુ સપનું પૂરુ થઈ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં આજે રામ મંદિરની આધારશિલા મૂકીને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાને અયોધ્યા પહોંચીને હનુમાનગઢીમાં પૂજા કરી હતી. જે બાદ રામલલાના દર્શન કર્યા હતા. પીએમ મોદી સાથે યુપી સીએમ યોગી આદિત્યનાથ, મોહન ભાગવત,બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઈકબાલ અંસારી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ૧૨ વાગેને ૪૪ મિનિટે રામ મંદિરનો પાયો મૂક્યો હતો. માત્ર ૩૨ સેકન્ડનું શુભ મુહૂર્ત હતું. આ પહેલાં ૩૧ વર્ષ જૂની ૯ શિલાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. ચાંદીની ઈંટોની પણ પૂજા કરવામાં આવી હતી.

૪૯૨ વર્ષ પછી અયોધ્યાએ તેનો ઈતિહાસના પાના ફરીથી પલટાવી નાંખ્યા છે. વર્ષ ૧૫૨૮માં રામ મંદિરને તોડીને અહીં બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી. આઝાદી પછી લાંબો કેસ ચાલ્યો. નવ મહીના પહેલા સુપ્રીમ કોર્ટે ચુકાદૃો આપ્યો હતો. વિવાદિત જમીન રામલલ્લાની થઈ અને હવે અહીં ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થશે.

રામ મંદિરના ભૂમિપૂજન બાદ પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં સિયારામનો જયઘોષ કર્યો હતો. અને બાદમાં પોતાનાં ભાષણની શરૂઆત કરી હતી. તો પીએમ મોદીએ રામલલ્લાના દર્શન કરતી વખતે દૃંડવત પ્રણામ કર્યા હતા.

મંદિરના શિલાન્યાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર એક સ્મારક પોસ્ટ ટિકિટ જારી કરી. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મંદિરની આ પોસ્ટ ટિકિટ જારી કરવામાં આવી રહી છે જેનુ લોકાર્પણ પીએમ મોદીએ કર્યુ.

વડા પ્રધાન મોદીએ ભૂમિપૂજન બાદના સંબોધનમાં સૌથી પહેલાં જય શ્રી રામનો જયઘોષ લગાવ્યા હતા. મોદીએ કહ્યું કે, આ જયઘોષની ગુંજ સમગ્ર વિશ્ર્વમાં, તમામ દેશવાસીઓ અને ભારતવાસીઓને કોટિ કોટિ અભિનંદન આપ્યા હતા. ભારત આજે સરયૂના કિનારે સ્વર્ણિમ ઈતિહાસ રચી કહ્યું છે. આજે સમગ્ર ભારત રામમય છે. દરેક મન દીપમય છે. પીએમે કહૃાુ કે રામ રાજ કીન્હે બિનુ મોહિ કહાં વિશ્રામ…. સદીઓથી જોવાઈ રહેલી રાહ સમાપ્ત થઈ રહી છે. વર્ષો સુધી ટેન્ટ નીચે રહેલાં અમારા રામલલ્લા માટે ભવ્ય મંદિરનું નિર્માણ થશે. તૂટવું અને ફરીથી ઉભું થવું એ સદીઓનાં ગતિક્રમથી આજે રામ જન્મભૂમિ મુક્ત થયો છે.

આ ઉપરાંત પીએમ મોદી જણાવ્યું કે, આઝાદીની જેમ રામ મંદિર માટે અનેક-અનેક સદીઓ સુધી અનેક પેઢીઓએ અખંડ, એકનિષ્ઠ પ્રયાસ કર્યો છે. આજનો દિવસ એ સંકલ્પ, દર્દ અને પ્રેમનો પ્રતિક છે. રામ મંદિરના આંદૃોલનમાં અર્પણ પણ હતું અને તર્પણ પણ. સંઘર્ણ પણ હતું અને સંકલ્પ પણ. જેમના ત્યાગ, બલિદૃાન અને સંઘર્ષને કારણે આ સપનું સાકાર થયું છે. એ તમામ લોકોને હું શીશ ઝુકાવીને નમન કરું છું. તમે ભગવાન રામની શક્તિ જુઓ. અસ્તિત્વ મટાડવા અનેક પ્રયાસો થયા. પણ આજે પણ રામ આપણા મનમાં વસ્યા છે. આપણી સંસ્કૃતિના આધાર છે. ભારતની મર્યાદૃા છે. શ્રી રામ મર્યાદૃાપુરુષોત્તમ છે. આ મંદિર બન્યા બાદ મંદિરની ભવ્યતા જ નહીં બદલાઈ, પણ આ ક્ષેત્રની અર્થવ્યવસ્થા બદલાઈ જશે. અને દરેક ક્ષેત્રમાં અવસર વધશે. સમગ્ર દુનિયાથી લોકો અહીં દર્શન કરવા આવશે. રામ મંદિરના નિર્માણની આ પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાની પ્રક્રિયા છે. આ મંદિરની સાથે ન ફક્ત નવો ઈતિહાસ જ નથી રચાઈ કહ્યું, પણ ઈતિહાસનું પુનરાવર્તન પણ થઈ કહ્યું છે. આજે દેશભરનાં લોકોનાં સહયોગથી રામ મંદિર નિર્માણનું આ પુણ્ય કાર્ય શરૂ થયું છે. પથ્થરો પર શ્રી રામ લખીને રામ સેતુ બનાવવામાં આવ્યો તે જ રીતે, ઘર ઘરથી, ગામ ગામથી શ્રદ્ધાપુર્વક શીલાઓ અહીં ઉર્જાનું પ્રતિક બની ગઈ છે.

વડાપ્રધાને ઉમેર્યું કે, દેશભરના ધામો, મંદિરોમાંથી લાવવામાં આવેલી માટી, નદીઓનું જળ, ત્યાંના લોકોની ભાવનાઓ અહીંની અમોઘ શક્તિ બની ગઈ છે. ન ભૂતો, ન ભવિષ્યતિ. ભારતની આસ્થા, ભારતના લોકોની સામૂહિકતા અને તેમની અમોઘ શક્તિ આખી દુનિયા માટે અધ્યયનો વિષય છે. પીએમ મોદીએ જણાવ્યું કે, રામ વિભન્ન રૂપોમાં મળશે. તેઓ ભારતના અનેકતામાં એક્તાના સૂત્ર સમાન છે. તમિલ, મલયાલમ, બાંગ્લા, કાશ્મીર, પંજાબીમાં રામ છે. વિશ્ર્વના ઘણા લોકો પોતાની જાતને રામ સાથે જોડાયેલા માને છે. કંબોડિયા, થાઈલેન્ડ, મલેશિયા, ઈરાનમાં પણ રામ કથાઓનું વિવરણ મળશે. નેપાળ અને શ્રીલંકામાં તો રામનો આત્મીય સંબંધ જોડાયેલો છે. રામ દુનિયાના દરેક રૂપમાં વસેલા છે. આજે દેશભરના લોકોના સહયોગથી રામ મંદિર નિર્માણનું આ પુણ્યનું કાર્ય શરૂ થયું છે. જેવી રીતે પથ્થરો પર શ્રીરામ લખીને રામ સેતુ બનાવવામાં આવ્યો હતો, તેવી રીતે ઘર ઘર, ગામેગામથી શ્રદ્ધાપૂર્વક પુજાયેલી શિલાઓ અહીં ઉર્જાઓનો સ્ત્રોત બની ગઈ છે.

મોદીએ કહ્યું કે, ભગવાન રામનું આ મંદિર યુગો યુગો સુધી માનવતાને પ્રેરણા આપતું રહેશે. માર્ગદર્શન કરતું રહેશે. ભગવાન શ્રીરામનું ચરિત્ર અને આદર્શ જ મહાત્મા ગાંધીના રામરાજ્યનો માર્ગ છે. રામ આધુનિકતાના પક્ષધર છે. રામની પ્રેરણાની સાથે ભારત આજે આગળ વધી રહૃાો છે. માનવતાએ જ્યારે જ્યારે રામને માન્યા છે, ત્યારે વિકાસ થયો છે. ભટકવા પર વિનાશ થયો છે. અમે સંકલ્પશક્તિથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનું છે. તમિલ રામાયણની વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, હવે આપણે આગળ વધવાનું છે. મોડું કરવાનું નથી. આજ સંદેશ શ્રીરામનો આજના માટે છે. પીએમે જણાવ્યું કે, આ મારું સૌભાગ્ય છે કે આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા માટે મને નિમંત્રણ મળ્યું. કન્યાકુમારીથી ક્ષીરભવાની, કોટેશ્ર્વરથી કામાખ્યા, જગન્નાથથી કેદૃારનાથ, સોમનાથથી કાશી વિશ્ર્વનાથ સુધી આખું ભારત રામમય છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, તુલસીના રામ સગુણ રામ છે. નાનક અને કબીરના રામ નિર્ગુણ રામ છે. આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધીના રઘુપતિ રામ છે.

ભારતની આસ્થામાં રામ, દિવ્યતામાં રામ, દર્શનમાં રામ છે. રામ ભારતની આત્મા છે- પીએમ મોદી પીએમ મોદીએ જણાવ્યું કે, જેવી રીતે દલિત, પછાત, આદિવાસીઓ દરેક વર્ગે આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધીનો સહયોગ કર્યો. વિદેશ આક્રાંતાઓ વિરુદ્ધ રાજા સુહેલદેવનો સહયોગ મળ્યો. તેવી રીતે તમામના સહયોગથી રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યોં છે.

પીએમ મોદીએ કહ્યું કે, રામ આપણા મનમાં વસેલા છે, આપણી અંદર ભળી ગયા છે. તમે ભગવાન રામની અદ્ધત શક્તિ જુઓ, ઈમારત નષ્ટ થઈ ગઈ. શું કંઈ નથી બન્યું, અસ્તિત્વ ભૂસવાનો દરેક પ્રયાસ કરાયો, પરંતુ રામ આજે પણ આપણા મનમાં વસેલા છે, આપણી સંસ્કૃતિનો આધાર છે. સિયાપતિ રામચંદ્રનો જય જયકારની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું ભાષણ સમાપ્ત કર્યું.