રાયડાની ખરીદી સોંપાતા સંપુર્ણ પારદર્શક કામગીરી બદલ ચેરમેન શ્રી સંઘાણી સહિતને બિરદાવતા શ્રી સાવલીયા

  • ગુજકો માસોલને રાજ્યની સરકાર દ્વારા
  • રાજ્ય સરકારે નોડેલ એજન્સી તરીકે સોંપેલ કામગીરી શ્રેષ્ઠતા પૂર્વક પૂર્ણ કરી : સુંદર આયોજન

અમરેલી,સમગ્ર રાજયમા ચણા અને રાયડા ની ટેકાના ભાવે ખરીદી કરવાનું કામ નોડેલ એજન્સી તરીકે રાજય સરકારશ્રીએ ગુજકોમાસોલને સોપતા તે કામગીરી સંપૂર્ણ પારદર્શક રીતે સુપેરે પાર પાડવા બદલ સંસ્થાના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને આ કાર્ય સાથે સંકળાયેલ સમગ્ર ટીમને અમર ડેરીના ચેરમેન – સહકારી અગ્રણી અશ્ર્વિન સાવલીયાએ અભિનંદન પાઠવ્યા છે. સાવલીયા એ વધુમા જણાવેલ છે કે, કોરોના મહામારી જેવા સંકટના સમયે ગેરરીતી વગર ચણા-રાયડા ની ખરીદી પારદર્શક રીતે પાર પાડવા રાજય સરકારે ગુજકોમાસોલ જેવી વિશ્ર્વસનીય ટોચની સહકારી સંસ્થાને જવાબદારી સોપવામા આવેલ જે કામગીરી સરળ અને સુચારૂ રીતે સંપૂર્ણ પારદર્શક રીતે પૂર્ણ થયાનો આનંદ અભિનંદવેળા વ્યક્ત ર્ક્યાનુ જણાવાયેલ છે.