રાશિફળ : ભારતમાં પણ બેરોજગારી અને મોંઘવારીના પ્રશ્ર્નો વિકટ થતા જોવા મળે

મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
મિથુન (ક,છ,ઘ) : માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) : તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી.
મીન (દ ,ચ ,ઝ ,થ): આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

અગાઉ લખ્યા મુજબ શનિ મહારાજ સ્વગૃહી છે ત્યારે ન્યાયતંત્ર દ્વારા કડક ચુકાદાઓ અપાઈ રહ્યા છે તે અન્વયે દિલ્હીની સાકેત કોર્ટે 2008ના બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં સામેલ આતંકવાદી આરિજ ખાનને દોષી ઠેરવ્યો છે. આ તથા બીજા અનેક જુના કેઈસીસમાં જે વળાંકો આવી રહ્યા છે તે દર્શાવે છે કે શનિ મહારાજ કર્મનો હિસાબ બરાબર માંગી રહ્યા છે અને દંડ આપી રહ્યા છે. આ સપ્તાહમાં બુધ મહારાજ કુંભમાં જશે અને ત્યારબાદ જયારે તેમનું ભ્રમણ મીનમાં થશે ત્યારે બુધ મહારાજ નીચસ્થ થશે. બુધ મહારાજનો અમલ બેન્ક,વીમા કંપની,વેપાર વાણિજ્ય અને આયાત નિકાસ પર છે માટે આગામી દિવસોમાં જયારે બુધ મહારાજ નીચસ્થ થવા જઈ રહ્યા છે ત્યારે બેન્કને લગતા કૌભાંડો સામે આવતા જોવા મળે વળી બેંકો માટે નવી ગાઇડલાઇન જાહેર થતી જોવા મળે અને બેંકોના ખાનગીકરણમા સરકાર વધુ ને વધુ આગળ વધતી જોવા મળે. આ સમયમાં ઘણા દેશોમાં મુદ્રા સ્થિતિ કથળતી જોવા મળે અને ફુગાવો અને મોંઘવારી વધતા જોવા મળે. ભારતમાં પણ બેરોજગારી અને મોંઘવારીના પ્રશ્નો વિકટ થતા જોવા મળે જે આ વર્ષના મધ્ય ભાગમાં મોટા આંદોલનોને જન્મ આપી શકે. સૂર્ય મહારાજ આગામી સપ્તાહમાં રાશિ પરિવર્તન કરી રહ્યા છે જેની અસર નીચે કેટલાક રાજ્યોમાં ઉચ્ચ પદે બિરાજમાન લોકોની સત્તાને અસર થતી જોવા મળે વળી રાજકીય રીતે પણ ઘણા ફેરફાર થતા જોવા મળે.