રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ,વડાપ્રધાન માટે બનાવાયેલું ખાસ વિમાન અમેરિકાથી દિલ્હી પહોંચ્યું

  • ૯૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરશે આ પ્લેન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે અમેરિકામાં ખાસ બનાવાયેલું એક સ્પેશિયલ વિમાન આજે નવી દિલ્હીમાં પહોંચ્યા કે છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ માટે બનાવાયેલા ખાસ વિમાન જેવું આ વિમાન અમેરિકાના ડલ્લાસ શહેરમાં બોઇંગ કંપનીએ બનાવ્યું છે. મોટે ભાગે એને એરફોર્સ વન નામ અપાશે અને તેનું સંચાલન ભારતીય વાયુસેના કરશે. માત્ર એકવાર ઇંધણ લીધા પછી આ વિમાન ભારતથી અમેરિકા સુધીનું ઉડ્ડ્યન વચ્ચે ક્યાંય અટક્યા વિના કરી શકે છે.

અત્યાર સુધી વડા પ્રધાન એર ઇન્ડિયા- વન કોલ સાઇન સાથે બોઇંગ ૭૪૭ વિમાન વાપરતા હતા. હવે તેઓ આ નવું વિમાન બોઇંગ-૭૭૭ વાપરશે. આ વિમાન ૩૫ હજાર ફૂટની ઊંચાઇએ કલાકે ૯૦૦ કિલોમીટરની ઝડપે ઊડી શકે છે. એકવાર ઇંધણ લીધા પછી આ વિમાન ૬,૮૦૦ કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. આ વિમાન હવામાંજ નવેસર ઇંધણ ભરી શકે છે. આ વિમાનમાં રડારને જામ કરી દેતું જામર લગાડેલું છે. ઉપરાંત તેના પર મિસાઇલ હુમલાની કોઇ અસર નહીં થાય.

જેમાં ત્રણ પ્રકારના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાંથી બે રંગ અમેરિકી રાષ્ટ્રપતિના એરફોર્સ વનને મળતો આવે છે. સૂત્રોનું કહેવુ છે કે, બોઈંગ-૭૭૭માં જે રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં સફેદ, હલ્કા વાદળી અને નારંગી રંગ સામેલ છે. હલ્કા લીલો અને સફેદ રંગનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. જોવામાં પણ આ વિમાન ઘણા શાનદૃાર છે.

અમેરિકી રાષ્ટ્રપતિનું વિમાન એરફોર્સ વન ૩૫,૦૦૦ ફૂટની ઉંચાઈ પર ૧૦૧૩ કિમી પ્રતિ કિમીની કલાકે ઉડાન ભરશે. એરફોર્સ વન ૩૫,૦૦૦ ફૂટની ઉંચાઈ પર ૧૦૧૩ કિમી પ્રતિકલાકની ઝડપી આ વિમાન ઉડાન ભરી શકે છે. એક વારમાં આ વિમાન ૬૮૦૦ માઈલ સુધીનું અંતર કાપી શકે છે. વિમાન વધુમાં વધુ ૪૫,૧૦૦ ફૂટ ઉંચાઈ સુધી આ વિમાન જાય છે. આ વિમાનના ઉડાન દરમિયાન ૧,૮૧,૦૦૦ ડૉલર ( લગભગ ૧ કરોડ ૩૦ લાખ રૂપિયા )નો ખર્ચ આવે છે. તો વળી વડાપ્રધાન મોદીનું આ નવું વિમાન લગભગ ૯૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડશે.

આ વિમાનને એરફોર્સના પાયલોટ ઉડાવશે. બંને વિમાનની કિંમત લગભગ ૮૪૫૮ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. એક દમ સૈફ એવા આ વિમાનામં આગળના ભાગમાં જૈમર લગાવેલા છે. જે દુશ્મનના રડાર સિગ્નલને જામ કરી શકે છે. જેના પર મિશાઈલ અટેકના હુમલાની પણ અસર થતી નથી. આ વિમાન હવામાં જ ઈંઘણ ભરવાની ક્ષમતા ધરાવે છે. એક વખતમાં ભારતથી અમેરિકા સુધીની ઉડાન ભરી શકે છે.