રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કરાયા એમ્સ હોસ્પિટલ શિટ, હાલત સ્થિર

ભારતીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વધુ સારવાર માટે શનિવારે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) માં શિટ કરવમાં આવ્યા છે. તેમની હાલત ‘સ્થિર હોવાનું જણાવાયું છે. ભારતીય સૈન્યની સંશોધન અને રેફરલ હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓને વધુ તપાસ માટે દિલ્હીના એઈમ્સ મોકલવામાં આવી રહૃાા છે.

છાતીની તકલીફ થતાં તેમને શુક્રવારે સવારે નવી દિલ્હીની આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૭૫ વર્ષીય રાષ્ટ્રપતિએ સવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેને આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની હાલત હવે સ્થિર છે. હોસ્પિટલના અધિકારીઓએ એક નિવેદનમાં કહૃાું,  નિયમિત ચેકઅપ હેઠળ છે અને નિરીક્ષણ હેઠળ છે. તેમની સ્થિતિ સ્થિર છે.