રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હવે બ્રિટનના ચલણી સિક્કાઓ પર પણ જોવા મળશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હવે બ્રિટનના ચલણી સિક્કાઓ પર પણ જોવા મળશે. બ્રિટિશ નાણામંત્રી ઋષિ સુનકના કાર્યાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે. માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધી, ભારતીય મૂળના બ્રિટિશ જાસૂસ નૂર ઇનાયત ખાન અને જમૈકન બ્રિટિશ નર્સ મૈરી સીકોલની ઉપલબ્ધીઓ અને યોગદૃાનની ઉજવણીના પ્રયાસોના ભાગરૂપે તેમની તસવીરો વાળા ચલણી સિક્કા જાહેર કરવામાં આવશે.
સુનકે આના માટે રોયલ િંમટ એડવાઈઝરી કમિટીને લખ્યું છે કે જે સિક્કાઓ માટે થીમ અને ડિઝાઇન માટે પ્રસ્તાવ મોકલે છે. સુનકે આ લેટર ‘વી ટુ બિલ્ટ બ્રિટન અભિયાનના સમર્થનમાં લખ્યો છે. જેમાં બ્રિટિશ કરન્સી પર અશ્ર્વેત મહાનુભાવોને પ્રતિનિધિત્વ આપવા માટે માંગ કરી રહૃાું છે. બ્રિટિશ સિક્કાઓ પર મહાત્મા ગાંધીની તસ્વીરનો સૌથી પહેલો વિચાર ઓક્ટોબર ૨૦૧૯માં પૂર્વ મંત્રી સાજીદૃ જાવેદૃે આપ્યો હતો. અભિયાનનું નેતૃત્વ કરનાર જેહરા જાહિદૃીને લખવામાં આવેલ પાત્રમાં સુનકે લખ્યું છે કે, એશિયન અને બીજા લઘુમતી સમુદૃાયના યુનાઇટેડ િંકગડમના ઇતિહાસમાં ઘણું યોગદૃાન આપ્યું છે.