અમરેલી,
નેટ્રોકાર્ટ કંપની સ્થાપનારા સુરતના પરજીયા સોની શ્રી દેવાંગ સાગર, શ્રી ગૌરાગ સાગર દ્વારા રાષ્ટ્ર માટે સૌ પ્રથમ વિદેશી કંપનીઓ સાથેના કરારો રદ કરી અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાની પહેલ કરી છે.
લોકડાઉન દરમિયાન 11મીનાં રોજ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશનાં લોકોએ લોકલ માટે વોકલ બનવા આહવાન કર્યુ હતું. જેના પગલે ગુજરાતની નેટ્રોઇડ પ્રાઇવેટ કંપનીનાં સંચાલક દેવાંગભાઇ સાગરે પોતાની શોપિંગ એપ નેટ્રોકાર્ટ માટે કરેલા દરેક આંતરરાષ્ટ્રિય કંપની સાથેના કરાર રદ કરી દીધા છે. આ કંપનીના મેનેજમેન્ટથી લઇને કર્મચારીઓએ ફકત સ્વદેશી વસ્તુઓને પ્રમોટ કરી ભારતના અર્થતંત્રને મજબૂત કરવા માટે શપથવિધીનું આયોજન કર્યું હતું.
કોઇ એક આખી કંપનીના દરેક વ્યકિતઓએ વિદેશી વસ્તુઓને વેચવાનો બહિષ્કાર કર્યો હોય તેવી ઘટના પ્રથમવાર બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીએ ફકત 20 દિવસના ટૂંકા ગાળામાં પોતાની સમગ્ર પ્રોડકટ લાઇન બદલી ફકત સ્વદેશી વસ્તુઓને પ્રમોટ કરવાનું શરુ કર્યુ હોય તેવી આ પ્રથમ પ્રથમવાર બની છે. તેમ નેટ્રોઇડ ઇન્ફોટેક પ્રાઇવેટ લી.નાં દેવાંગ સાગરે જણાવ્યું છે. વધ્ાુમાં એવું પણ જણાવ્યું કે, શ્રી મોદીજીએ આપેલ પ્રેરણાદાયી ભાષણને કારણે અમે અમારા સમગ્ર વ્યવસાયને એક સંપુર્ણ નવુ સ્વરૂપ આપી દીધ્ાુ છે. માત્ર સ્વદેશી ઉત્પાદનોની સેવા આપવાનું શ કર્યુ છે. અને નેટ્રોકાર્ટ નામની પ્રથમ સ્વદેશી શોપીંગ એપ્લીકેશન પણ શરૂ કરી છે.
અમે ઘણી આંતરાષ્ટ્રીય બ્રાન્ડ સાથે કરાર પણ કર્યા હતાં.
પરંતુ આપણે લોકલ પ્રોડક્ટને જીવન મંત્ર બનાવવો જ જોઇએ એ સાંભળી અમે તાત્કાલીક ધોરણે નિર્ણય લઇ આંતરરાષ્ટ્રીય પ્રોડક્ટને વેંચવાનું બંધ કરવાનું નક્કી કર્યુ અને સ્વદેશી ઉત્પાદનો પર ધ્યાને કેન્દ્રીત કર્યુ છે. અમે ગર્વથી કહી શકીએ કે અમે લોકલ માટે વોકલ છીએ તેમ નેટ્રોઇડ ઇન્ફોટેક પ્રા.લી.નાં શ્રી દેવાંગ સાગર, શ્રી ગૌરાગ સાગરે જણાવ્યું છે.