રાહત: દેશમાં ૪૪ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા

  • છેલ્લા ૨૪ કલાકમાં ૧.૮૬ લાખ પોઝિટિવ કેસ, ૩૬૬૦ દર્દીઓના મોત

    ભારતમાં કોરોના વાયરસના દૈનિક આંકડાઓમાં ઘટાડો ચાલુ છે. શુક્રવારે(૨૮ મે) છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧,૮૬,૩૬૪ નવા કેસ સામે આવ્યા છે જે દેશમાં ૪૪ દિવસો બાદ કોવિડ-૧૯ના સૌથી ઓછા નવા કેસ સામે આવ્યા. વળી, છેલ્લા ૨૪ કલાકમાં ૨,૫૯,૪૫૯ કોવિડ-૧૯થી રિકવર થઈ ગયા છે. આ દરમિયાન કોરોનાથી થઈ રહેલ મોતના કેસોમાં કોઈ ઘટાડો થયો નથી. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯થી ૩૬૬૦ લોકોના મોત થા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી ૩,૧૮,૮૯૫ લોકોના મોત થયા છે.
    છેલ્લા ૨૪ કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં ૭૬,૭૫૫ની કમી થઈ છે. ત્યારબાદ દેશમાં હવે કોરોના સક્રિય કેસોની કુલ સંખ્યા ૨૩,૪૩,૧૫૨ થઈ ગઈ છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી ૨,૪૮,૯૩,૪૧૦ દર્દી રિકવર થઈ ચૂક્યા છે. દેશમાં કુલ કોરોના પૉઝિટીવ કેસોની સંખ્યા ૨,૭૫,૫૫,૪૫૭ થઈ ગઈ છે.
    કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ છે કે દેશમાં રિકવરી રેટ વધીને ૯૦.૩૪ ટકા થઈ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ વર્તમાનમાં ૧૦.૪૨ ટકા છે અને દૈનિક પૉઝિટિવિટી રેટ ૯.૦૦ ટકા છે. સતત ચાર દિવસથી કોવિડ-૧૯ પૉઝિટિવિટી રેટ ૧૦ ટકાથી ઓછો છે.
    દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાન હેઠળ અત્યાર સુધી ૨૦,૫૭,૨૦,૬૬૦ લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે. વળી, છેલ્લા ૨૪ કલાકમાં ૨૯,૧૯,૬૯૯ લોકોને કોવિડ-૧૯ની વેક્સીન લાગી છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધી ૩૩,૯૦,૩૯,૮૬૧ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦,૭૦,૫૦૮ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
    ગૃહ મંત્રાલેય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-૧૯ના હાલના દિશા-નિર્દૃેશોને ૩૦ જૂન સુધી ચાલુ રાખવાનો આદેશ આપતા તેમણે કહૃાું કે જે જિલ્લાઓમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધુ છે ત્યાં નિયંત્રણના ઉપાય કરવામાં આવે.
    એક નવા આદેશમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહૃાું કે નિયંત્રણના ઉપાયોને કડકાઇથી લાગૂ કરવાથી દક્ષિણ અને પૂર્વોત્તરના કેટલાંક વિસ્તારોને બાદ કરતાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા અને સારવાર લેતા કેસમાં ઘટાડો આવ્યો. ભલ્લાએ કહૃાું કે હું એ વાત પર પ્રકાશ પાડવા માંગીશ કે ઘટાડાની પ્રવૃત્તિ છતાંય હાલમાં સારવાર લેતા કેસની સંખ્યા હજુ પણ ખૂબ વધુ છે. આ દ્રષ્ટિથી એ અગત્યનું છે કે નિયંત્રણના ઉપાયોને કડકાઇથી લાગૂ રાખવામાં આવે.