રાહુલ ગાંધીએ આપી કેપ્ટન સતીશ શર્માના પાર્થિવ શરીરને કાંધ

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સતીશ શર્માના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અન્ય અનેક દિગ્ગજ નેતાઓએ સતીશ શર્માને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

ગાંધી પરિવારના અંગત સદસ્ય રહી ચુકેલા કેપ્ટન સતીશ શર્માની અંતિમ યાત્રામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. રાહુલ ગાંધીએ સતીશ શર્માના પાર્થિવ શરીરને કાંધ પણ આપી હતી.ગત ૧૭ ફેબ્રુઆરીના રોજ ગોવા ખાતે સતીશ શર્માનું અવસાન થયું હતું અને તેઓ ૭૩ વર્ષના હતા.

ઉલ્લેખનીય છે કે, કેપ્ટન સતીશ શર્મા ગાંધી પરિવારના અંગત લોકો પૈકીના એક હતા. તેમણે રાયબરેલી, અમેઠીમાં ગાંધી પરિવારનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. તેઓ ૩ વખત લોકસભા અને ૩ વખત રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા હતા.