રાહુલ ગાંધીને સુપ્રિમની રાહત : અમરેલી કોંગ્રેસમાં આનંદોત્સવ

અમરેલી,

કર્ણાટકમાં રાહુલ ગાંધીના ભાષણ સામે પુર્ણેશ મોદી દ્વારા માનહાનીનો કેસ કરી રાહુલ ગાંધીની કારકીર્દી ખતમ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીને સુરત કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા કસુરવાર ઠેરવ્યા સામે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ માં ગયેલ જેમાં સુપ્રીમ કોર્ટએ સજા સામે સ્ટે આપેલ અને ન્યાય મળેલ છે. સત્યનો વિજય તથા લોકશાહીની જીત થયેલ છે. અને રાહુલ ગાંધીને ન્યાય મળવાની ખુશીમાં અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણીના માર્ગદર્શન હેઠળ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષભાઈ ભંડેરી અને શહેર કોંગ્રેસ પ્રમુખ સંદિપ પંડ્યા સહિતના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતીમાં રાજકમલ ચોકમાં ભવ્ય ઉજવણી સ્વરૂપે આતશબાજી કરી મો મીઠા કરાવ્યા તથા તેમ સંદિપ પંડ્યાનીયાદિમાં જણાવ્યું છે.સુપ્રિમ કોર્ટ દ્વારા કોંગ્રેસના શ્રી રાહુલ ગાંધીને સજા સામે સ્ટે આપતા ન્યાય મળેલ છે તેથી રાજુલામાં પણ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.