રાહુલ રોયને બીજી હોસ્પિટલમાં શિટ કરાયા

’આશિકી’ ફૅમ રાહુલ રોયને નાણાવટી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દૃેવામાં આવી છે. જોકે, રાહુલના જીજાજી રોમીર સેને કહૃાું હતું કે રાહુલ રોય ડિસ્ચાર્જ લઈને ઘરે નથી ગયો પરંતુ તેને મુંબઈની જ વૉકહાર્ડ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. મુંબઈ મિરરને આપેલા ઈન્ટરવ્યૂમાં રોમીરે કહૃાું હતું કે રાહુલના ફિઝિયોથેરપી તથા સ્પીચ થેરપી સેશન ચાલી રહૃાાં છે. તેને રિકવર થવામાં હજી લાંબો સમય લાગશે. કારગિલમાં રાહુલને આવેલા બ્રેન સ્ટ્રોક અંગે રોમીરે રહૃાું હતું કે આ માત્રને માત્ર બેદરકારીને કારણે આવ્યો હતો.
રાહુલનો ભાઈ કેનેડાથી ટૂંક સમયમાં મુંબઈ આવશે. રાહુલના ભાઈ તથા બહેન બધાની સાથે આ અંગે વાત કરશે. રોમીરે આગળ કહૃાું હતું, ’રાહુલ કારગિલમાં શૂટિંગ પૂર્ણ થયા બાદ ઠંડી એન્જોય કરવા માટે વધુ રોકાયો હતો. રાહુલ આ અંગે વાત કરશે, કારણ કે તે હાલમાં રિકવરી તરફ છે. તમામ ફેક્ટ્સ સાથે રાહુલનો ભાઈ રોહિત તથા બહેન પ્રિયંકા પુરાવા સાથે તમામની સામે આવશે. હાલમાં બસ તેઓ એમ જ ઈચ્છે છે કે રાહુલ જલદીથી ઠીક થઈ જાય. હાલમાં જ રાહુલે સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કર્યો હતો.
આ વીડિયોમાં તે બહેન તથા જીજાજી સાથે જોવા મળ્યો હતો. રાહુલ તરફથી તેની બહેને તમામ ચાહકોનો આભાર માન્યો હતો. વીડિયો શૅર કરીને રાહુલે કહૃાું હતું, ’હું ઠીક થઈ રહૃાો છું. મારા પરિવાર જેવા મિત્રો, ચાહકોના પ્રેમ માટે આભાર. રાહુલ કારગિલમાં માઈનસ ૧૭ ડિગ્રીમાં ’LAC’નું શૂિંટગ કરતો હતો. આ દરમિયાન તેને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. રાહુલને પહેલાં કારગિલ અને પછી શ્રીનગર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈ એરલિટ કરવામાં આવ્યો હતો.