રાહુ અને કેતુ કોઈને કોઈ રીતે આ પ્રદેશોને પરેશાન કરતા જોવા મળશે

મેષ (અ,લ,ઈ) : નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે વિલંબ જોવા મળે.
કર્ક (ડ,હ) : પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ) : ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ) : અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : સવાર બાજુ વ્યસ્તતા રહે,સાંજ ખુશનુમા વીતે,શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): વિદેશ જવા ઇચ્છતા મિત્રો ને થોડા વિલંબ નો સામનો કરવો પડે.
મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય.
કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.

અગાઉ લખ્યા મુજબ ગુરુ મહારાજ કુંભરાશિમાં પ્રવેશી ચુક્યા છે. શનિના ઘરમાં એકલા પહોંચેલા ગુરુ મહારાજ થોડી અલિપ્તતા અને આધ્યાત્મિકતા આપનાર બને છે. હાલ શનિ મહારાજ સ્વગૃહી ચાલી દંડનો હિસાબ કિતાબ કરી રહ્યા છે ત્યારે ગુરુ મહારાજ પણ શનિની જ બેઉ રાશિમાં થી પસાર થઇ રહ્યા છે જે ધર્મ અને કર્મને સમાંતર મૂકી રહ્યા છે. ગોચર ગ્રહોમાં આગળ વધીએતો રાહુ મહારાજ રોહિણી નક્ષત્ર અને કેતુ મહારાજ જ્યેષ્ઠા નક્ષત્રમાં થી પસાર થઇ રહ્યા છે જે બેઉના પટ્ટાના પ્રદેશોમાં દક્ષિણ ગુજરાતનો ભાગ,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, છત્તીસગઢ,ઓરિસ્સા,ઝારખંડ અને પશ્ચિમ બંગાળ આવે છે. હાલ સમાચારો પર દ્રષ્ટિ કરીએ તો મહામારી થી લઈને ચૂંટણીની ગરમાગરમી અને નક્ષલઈ હિંસા વિગેરે તો તાળો મેળવીએ તો આ પ્રદેશો પર હાલ કેતુ અને રાહુની અસરને સમજી શકાય છે. આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં વધુને વધુ સમાચાર બનતા જોવા મળશે વળી રાહુ અને કેતુ કોઈને કોઈ રીતે આ પ્રદેશોને પરેશાન કરતા જોવા મળશે. રાહુ અને કેતુ દોઢ વર્ષે રાશિ પરિવર્તન કરે છે. એક જ શરીરના બે ભાગ એવા રાહુ અને કેતુ એકબીજાથી હંમેશા 180 ડિગ્રી પર ચાલતા હોય છે . આભાસી ગ્રહો હોવા છતાં કળિયુગમાં તેનું ખુબ પ્રભુત્વ છે અને આ ગ્રહો ક્રૂરતા પૂર્વક પોતાનું કાર્ય પાર પાડવામાં માહેર છે.