રિચા ચઢ્ઢાની ફિલ્મ શકીલાનું ટ્રેલર લોન્ચ કરાયું

રિચા ચઢ્ઢાની ફિલ્મ ’શકીલા’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ સાઉથ એડલ્ટ સ્ટાર શકીલાના જીવન પર આધારિત છે. ફિલ્મ ૨૫ ડિસેમ્બરના રોજ દેશભરની ૧૦૦૦ સ્ક્રીન પર તથા પાંચ અલગ અલગ ભાષામાં રિલીઝ થશે.

ટ્રેલરની શરૂઆતમાં ૯૦ના દાયકાની એડલ્ટ સ્ટાર સિલ્ક સ્મિથાએ આત્મહત્યા કરી લીધી છે અને તે ન્યૂઝ બતાવવામાં આવે છે. સિલ્ક સ્મિથાના મોત બાદ હવે તેની ખાલી પડેલી જગ્યામાં કોણ આવશે તેવી ચર્ચા થવા લાગે છે. ત્યારબાદ શકીલાના વિવિધ મોન્ટાજ આવે છે. તે મધ્યમ વર્ગીય પરિવારમાં જીવે છે અને લગ્ન સિવાય તેની કોઈ અપેક્ષા નથી. જોકે, અચાનક જ તેના પિતાનું મોત થાય છે અને પરિવારની જવાબદારી તેની પર આવી જાય છે. એક સમયે તેની માતા તેને કહે છે કે ’ઈશ શહેર મૈં અગર રેહના હૈં તો મુઝે સડક પે બિકના હોગા યા તુઝે પરદે પર.