રિતિક,અક્ષય બાદ શાહરૂખે પણ ઠુકરાવી ફરાહ ખાનની ફિલ્મ

બોલિવૂડમાં ઘણી મહિલા ફિલ્મ ડિરેક્ટર છે પરંતુ કોમર્શિયલ અથવા મસાલા ફિલ્મો બનાવનારા લોકોમાં ફરાહ ખાનનું નામ પહેલા આવે છે. કોરિયોગ્રાફરથી દિગ્દર્શક બનેલી ફરાહે મેં હૂં ના (૨૦૦૪), ઓમ શાંતિ ઓમ (૨૦૦૭), તીસ માર ખાન (૨૦૧૦) અને હેપી ન્યૂ યર (૨૦૧૪) બનાવી જેમાંથી તીસ માર ખાનને છોડીને તમામ હિટ ફિલ્મો સાબિત થઇ હતી. છેલ્લા ૬ વર્ષમાં તેણે કોઈ પણ ફિલ્મ બનાવી નથી અને તેના તમામ પ્રયત્નો નિષ્ફળ સાબિત થઈ રહૃાા છે.
હકીકતમાં, ફરાહની તીસ માર ખાનની આકરી ટીકા થઇ હતી. ત્યારબાદ ‘હેપ્પી ન્યૂ યરે ભલે બોક્સ ઓફિસ પર સફળતા હાંસલ કરી હોય પરંતુ દર્શકો અને ફિલ્મ વિવેચકોએ પણ આ ફિલ્મની મજાક ઉડાવી હતી. ત્યારબાદૃ ફરાહના પ્રિય હીરો શાહરૂખ ખાને પણ તેનાથી અંતર રાખ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ફરાહ અમિતાભ બચ્ચન સ્ટારર ‘સતે પે સત્તા (૧૯૮૨)ની રીમેક બનાવવાની તૈયારી કરી રહી હતી. આ ફિલ્મનું રાજ એન. સિપ્પીએ દિગ્દર્શન કર્યું હતું. ‘સતે પે સત્તાને ફરાહ રિતિક રોશન સાથે બનાવવા ઈચ્છતી હતી.
રિતિકે મહિનાઓ સુધી ફરાહનો જવાબ આપ્યો ન હતો. ન તો તે હા પાડી શક્યો ન તો ના કહેવાની હિંમત કરી શક્યો. જ્યારે રિતિક તેને ટાળતો રહૃાો ત્યારે ફરાહ સમજી ગઈ કે રિતિક આ ફિલ્મ કરવા માંગતો નથી. ત્યારબાદ ફરાહે અક્ષય કુમારને આ ફિલ્મની ઓફર કરી પરંતુ અક્ષયે પણ ના પાડી. જ્યારે તે અગાઉ ફરાહ સાથે કામ કરી ચૂક્યો છે. ત્યારબાદ ફરાહ શાહરૂખ ખાન પાસે ગઈ ત્યાં સ્પષ્ટ ના સાંભળવા મળી. શાહરૂખ ખાન તેની કારકિર્દૃીના એવા વળાંક પર છે જ્યાં તેને હિટ ફિલ્મની ભારે જરૂર છે અને આવી સ્થિતિમાં તે ફરાહ જેવા ડિરેક્ટર સાથે ફિલ્મ કરીને જોખમ લેવાની સ્થિતિમાં નથી.