રિપોર્ટમાં દાવો:રણવીર સિંહે રોહિત શેટ્ટીની ફિલ્મ માટે ૫૦ કરોડ ચાર્જ કર્યા

’સિમ્બા’ અને ’સૂર્યવંશી’ બાદ રણવીર સિંહ ફરી એકવાર રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ’સર્કસ’માં કામ કરી રહૃાો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ માટે તેણે ૫૦ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. રિપોર્ટમાં એવી આશા પણ જતાવવામાં આવી છે કે રણબીર તેની દરેક સફળ ફિલ્મ બાદ ફીમાં વધારો કરશે. બોલિવૂડ હંગામાએ તેના રિપોર્ટમાં લખ્યું છે કે રણબીર આ ફિલ્મ માટે ૭૫ દિવસ સુધી શૂટિંગ કરશે.

આ મુજબ તે રોજના લગભગ ૬૬ લાખ રૂપિયા વસૂલ કરી રહૃાો છે, જેનાથી તે આજના સમયના સૌથી વધુ ફી લેનારા એક્ટર્સના લિસ્ટમાં સામેલ થાય છે. ૨૦૧૯ના ફોર્બ્સ લિસ્ટ મુજબ રણવીર સિંહ વાર્ષિક ૧૧૮ કરોડ રૂપિયા કમાય છે. ભારતના ૧૦૦ સૌથી વધુ કમાણી કરનારા સેલેબ્સના લિસ્ટમાં તે ૭મા નંબર પર હતો. જ્યારે ૨૦૧૮માં તે ૮મા સ્થાન પર હતો.

૨૦૨૦માં કોરોનાને લીધે તેની એકપણ ફિલ્મ રિલીઝ થઇ શકી નહીં. ’સર્કસ’નું શૂટિંગ મુંબઈમાં ચાલી રહૃાું છે. રિપોર્ટ્સ અનુસાર તેને માર્ચ સુધીમાં પૂરું કરીને પોસ્ટ પ્રોડક્શનનું કામ કરશે. ફિલ્મ પિરિયડ ડ્રામા છે માટે તેનું મોટાભાગનું શૂટિંગ સ્ટુડિયોમાં થયું છે. રણવીર સિંહ ફિલ્મમાં ડબલ રોલમાં છે. તેની અન્ય ફિલ્મોમાં ’૮૩’ અને ’જયેશભાઇ જોરદાર’ સામેલ છે.