રિયાએ સુસાઇડ માટે ઉશ્કેરવા, ખોટું વર્તન અને પૈસા ગરબડ તમામ આરોપોનું ખંડન કર્યું

બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીના આદિત્ય ઠાકરે અને ડિનો મોરિયાની સાથે સંબંધો સહિત એવી તમામ વાતો કહેવામાં આવી ચુકી છે જેના જવાબ અત્યાર સુધી સામે નથી આવ્યા. હવે રિયાએ ખુદ એક નિવેદન જાહેર કરીને આવા તમામ પ્રશ્ર્નોના જવાબ આપ્યા છે. રિયાએ જણાવ્યું કે આદિત્ય ઠાકરે સાથે તેને ઉઠવા-બેસવાનું નહોતુ. રિયાએ જણાવ્યું તે અને સુશાંત એકબીજાને ઘણા વર્ષોથી જાણતા હતા, કેમકે બંને એક જ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. એપ્રિલ ૨૦૧૯માં સુશાંત અને રિયાએ ફિલ્મ ફર્ટેનિટી દ્વારા આયોજિત પાર્ટી અટેન્ડ કરી, ત્યારબાદ બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું.
ડિસેમ્બર ૨૦૧૯માં તેઓ સત્તાવાર રીતે એકબીજા સાથે રહેવા લાગ્યા. તેઓ મુંબઈના બાંદ્રામાં આવેલા માઉન્ટ બ્લેક એપાર્ટમેન્ટમાં રહેતા હતા, જ્યાં સુધી ૮ જૂનના રિયાએ એ ઘર ના છોડ્યું. તેણે જણાવ્યું કે તેણે મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે સાથે ના તો મુલાકાત કરી છે અને ના તો મળી છે. જોકે ઠાકરેના સારા દોસ્ત ડિનો મારિયાને જાણે છે સોશિયલી, કેમકે તેઓ ઇન્ડસ્ટ્રીના ઘણા સીનિયર છે. જ્યાં સુધી સુશાંતના પરિવાર દ્વારા રિયા પર લગાવવામાં આવેલા આરોપોની વાત છે તો નિવેદન પ્રમાણે ૨૭ જુલાઈ ૨૦૨૦ સુધી તેમના પરિવારથી કોઈએ કોઈ પણ આરોપ નહોતો લગાવ્યો. તેમનું નિવેદન મુંબઈ પોલીસે નોંધ્યુ હતુ. તેઓ ભણેલા-ગણેલા છે અને તેમના પરિવારમાં ઓપી િંસહ નામના એક આઈપીએસ ઑફિસર છે.
તેણે કહૃાું કે આ તમામ આરોપ એક પુન:વિચાર તરીકે સામે આવ્યા છે અને આની પાછળ તેમનો કોઈ ઈરાદો નથી. રિયાએ સુસાઇડ માટે ઉશ્કેરવા, ખોટું વર્તન અને પૈસા ગરબડ તમામ આરોપોનું ખંડન કર્યું છે. નિવેદન પ્રમાણે મુંબઈ પોલીસ અને ઈડી બંનેને રિયાના તમામ ફાઇનાન્શિયલ ડૉક્યૂમેન્ટ્સ ઉપલબ્ધ કરાવી દૃેવામાં આવ્યા છે, જે સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે આરોપ ખોટા છે. સુશાંતના ખાતામાંથી તેના ખાતામાં એક પણ વાર પૈસા ટ્રાન્સફર નથી થયા. પોલીસ અને ઈડી દ્વારા તેમના ઇનકમ ટેક્સ રિટર્નની પણ તપાસ કરવામાં આવી છે, કંઇ પણ શંકાસ્પદ નથી મળ્યું.