રિયા આવતા વર્ષથી કામ પર પરત ફરશે: રૂમી જાફરી

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ઘણી ટીકાઓનો સામનો કરનાર તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી જેલની બહાર આવ્યા બાદ સંપૂર્ણપણે ગુમ થઈ ગઈ છે. ન તો તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, ન તો તે ક્યાંય બહાર દેખાઈ રહી છે, ન તો તેના કોઈ સમાચાર છે. પરંતુ રિયાને લગતાં એક મોટા સમાચાર હવે સામે આવ્યા છે. સુશાંતના કેસને કારણે લોકોએ નિશાન બનાવનારી રિયા ચક્રવર્તી નવા વર્ષમાં એટલે કે ૨૦૨૧માં કમબેક કરવા માટે તૈયાર છે.
સુશાંત સિંહ અને રિયાની ખાસ દોસ્ત રૂમી જાફરીએ કહૃાું કે રિયા હવે સારી થઈ રહી છે. આ વર્ષ તેના માટે ખૂબ જ આઘાતજનક રહૃાું છે. જો કે આ વર્ષ બધા માટે ખરાબ રહૃાું છે, પરંતુ તેના કિસ્સામાં આ વર્ષે તેને એક અલગ લેવલનો આઘાત આપ્યો છે. શું તમે કલ્પના કરી શકો છો કે સારી એવી મિડલ ક્લાસ પરિવારની છોકરીએ એક મહિનો જેલમાં પસાર કર્યો છે? આ બધી બાબતોએ તેને સંપૂર્ણ રીતે કચડી નાખી છે. પરંતુ રિયા આવતા વર્ષથી કામ પર પરત ફરશે. રૂમીએ કહૃાું કે ઈન્ડસ્ટ્રી ખુલ્લા હાથથી રિયાને આવકારશે.
હું તાજેતરમાં જ તેને મળ્યો હતો. તે ખૂબ શાંત હતી, તેણે વધારે વાત કરી નહોતી. પરંતુ આ માટે આપણે તેને દોષી ઠેરવી શકતા નથી. તે આ વર્ષે ઘણી વસ્તુઓમાંથી પાસર થઈ છે. સમય પસાર થવા દો. મને ખાતરી છે કે રિયા પાસે ઘણું કહેવાનું છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને ૬ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આ એક કેસને કારણે દેશનું રાજકારણ પણ ગરમાયું અને લોકો પણ સોશિયલ મીડિયા પર મોટા અભિયાનનો ભાગ બની ગયા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સીબીઆઈ તરફથી આ કેસ વિશે ઘણું કહેવામાં આવ્યું નથી, ત્યારબાદ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સીધા પીએમઓને પત્ર લખ્યો હતો. પત્ર દ્વારા સ્વામીએ સુશાંત કેસમાં અપડેટની માંગ કરી હતી.