રિયા ચક્રવર્તીએ લગાવેલા આરોપથી ભડકી સંજના સાંઘી આપ્યો જવાબ

સુશાંતિંસહ રાજપૂત કેસમાં રોજ નવા નવા વળાંક આવી રહૃાા છે. રિયા ચક્રવર્તી પોતાની જ જાળમાં ફસાઇ રહી છે. અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ગુરુવારે એક ઇન્ટરવ્યુ આપ્યુ હતુ અને પોતાની મનની વાત કહી હતી. તેમણે અલગ ઇન્ટરવ્યુમાં તેમની ઉપર લાગેલા આરોપોની સ્પષ્ટતા કરી. રિયાએ જણાવ્યું હતું કે મી ટૂની આક્ષેપોથી સુશાંતને ભારે દૃુ: ખ થયું હતું. રિયાએ સંજના સાંઘી પર નિશાન તાક્યુ હતુ. સંજના સાંઘીએ સુશાંતની છેલ્લી ફિલ્મ દિવ બેચારામાં સાથે કામ કર્યુ હતુ.
૨૦૧૮માં ફિલ્મના શુટીંગ દરમિયાન સુશાંતની સહ-કલાકાર સંજના સાંઘી સાથે દૃુર્વ્યવહાર કરવાના ગંભીર આરોપ લાગ્યા હતા. આ આરોપ લાગ્યા બાદ સુશાંતના માનસિક સ્વાસ્થ્યને અસર થઈ અને તે દબાણમાં આવવા લાગ્યો હતો. રિયાએ તેના ઇન્ટરવ્યુમાં આરોપ લગાવ્યો હતો કે સંજનાના આરોપ બાદ સુશાંત ખુબ મુશ્કેલીમાં મુકાયો હતો. સંજનાએ ઘટનાના દોઢ બે મહિના પછી જાહેર કર્યુ હતુ કે સુશાંત પર ઈંમી ટૂ અંતર્ગત લગાવેલા તમામ આરોપ ખોટા છે. હવે સંજના સાંઘીએ રિયાના આરોપો અંગે મૌન તોડ્યું છે.
સંજના સાંઘીએ રિયાના આરોપ પર કહૃાુ કે આ મુદ્દે તે પહેલા જ ખુલાસો આપી ચૂકી છે અને હવે રિયાના તાજેતરના ઇન્ટરવ્યૂ પર તેની પાસે કંઈ કહેવાનું નથી રિયાના નિવેદન પર સંજનાએ કહૃાું કે, ‘સાચું કહું તો એક સ્ત્રી તરીકે મેં ઘણું કહૃાું છે. ખરેખર હું હવે આ મુદ્દા વિશે વાત કરવા માંગતી નથી. આ મુદ્દે ૨૫થી વધુ ઇન્ટરવ્યુમાં વાત કરી છે અને હવે મારે આ મામલે કંઇ કહેવાનું નથી.