રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી, ફિલ્મમેકર લોમ હર્ષે ફિલ્મમાંથી કરી બાહર

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી રહી છે. તેના વકીલે રિયા વતી નિવેદન જારી કર્યું, જેમાં તેણે કહૃાું કે રિયા વારંવાર કહેતી રહી છે કે સુશાંત કેસમાં તેને અને તેના પરિવારજનોને ફસાવવામાં આવી રહૃાા છે. તમામ સ્પષ્ટતા હોવા છતાં, રિયાની મુશ્કેલીઓ દરરોજ વધી રહી છે. સુશાંત કેસ બાદ તેને બોલિવૂડ તરફથી પણ ઝટકો મળ્યો. ફિલ્મ નિર્માતા લોમ હર્ષ તેની આગામી ફિલ્મમાં રિયા ચક્રવર્તી લેવાની હતી,
પરંતુ હવે તે આવું નહીં કરે. સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘ દ્વારા કરવામાં આવેલી એફઆઈઆર બાદથી રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી છે. ‘ચિકન બિરયાની અને ‘યે હૈ ઇન્ડિયા જેવી ફિલ્મો બનાવી ચુકેલા ફિલ્મ નિર્માતા લોમ હર્ષે વાત કરી જેમાં તેણે રિયાને તેની આગામી ફિલ્મમાં નહીં લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે ચાલી રહેલા કેસ અને દિવંગત અભિનેતાના રહસ્યમય મોત સાથે રિયાના કનેક્શન અંગે પણ તેમના વિચારો શેર કર્યા. આ વાતચીત દરમિયાન તેમણે કહૃાું હતું કે, કોવીડ-૧૯ કેસની સંખ્યામાં ઘટાડો થતાં જ અમે આગામી ફિલ્મની યોજના બનાવી રહૃાા છીએ. અમે અમારા કામ શરૂ કરીશું. લોમ હર્ષે કહૃાું કે અમે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે તેના નામ પર વિચારણા કરી રહૃાા છીએ અને તે સંભવિત અભિનેતાઓની સૂચિમાં હતી. પરંતુ સુશાંતના મૃત્યુ પછી, અમે તરત જ રિયા ચક્રવર્તીને પસંદ કરવાનો વિચાર છોડી દીધો.
લોમ હર્ષે કહૃાું કે રિયા ચક્રવર્તી ઘણી વસ્તુઓ જાણે છે કારણ કે તે સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ હતી, તેથી તેને આગળ આવીને બોલવું જોઈએ. સુશાંત સાથેની મારી મુલાકાત વિશે વાત કરતાં તેમણે કહૃાું કે વર્ષ ૨૦૧૮ માં હું અભિનેતાને ડિરેક્ટર તરીકે પહેલીવાર મળ્યો હતો. તે તેજસ્વી અને જમીન સાથે જોડાયેલ હતો. બહારનો અને દિગ્દર્શક હોવાને કારણે હું કલાકારોની દૃુર્દશાને સમજી શકું છું. તેણે કહૃાું કે મેં ઘણા કલાકારોને સંઘર્ષ કરતા જોયા છે. તેમણે કહૃાું કે સ્ટ્રગિંલગ એ દરેક સર્જનાત્મક વ્યક્તિનો સૌથી ભયંકર ભાગ છે, પછી ભલે તે ચિત્રકાર, ગાયક હોય અથવા અભિનેતા હોય કે દિગ્દર્શક હોય.