રિયા ચક્રવર્તીનો આરોપ, એનસીબીએ ડ્રગ્સ કેસમાં દોષ કબૂલવાં મજબૂર કરી

સુશાંતસિંહ રાજપૂતનાં મોત સાથે જોડાયલેાં ડ્રગ્સ મામલામાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની ધરપકડ થઇ ગઇ છે. મુંબઇની એક સત્ર કોર્ટમાં જામીન આરજી દાખલ કરવામાં આવી છે જેની સુનાવણી દરમિયાન તેમણે એનસીબી પર ગંભીર આરોપો લગાવ્યાં છે. રિયાનું કહેવું છે કે, એનસીબીની પૂછપરછ દરમિયાન તેને દોષ સ્વીકાર કરવાં માટે આવું નિવેદન આપવાં મજબૂર કરવામાં આવી છે. એનસીબીએ ત્રણ દિવસ સુધી પૂછપરછ કર્યા બાદ રિયાને મંગળવારે ધરપકડ કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટ તેની જામીન અરજી પહેલાં ખારીજ કરી ચૂક્યા હતાં. રિયા ચક્રવર્તી તરફથી તેનાં વકીલ સતીશ માનિંશદૃેએ જે જામીન અરજી આપી છે તેમાં કહેવામાં આવ્યું છે કે, એનસીબીની હિરાસત દરમિયાન યાચિકાકર્તા (રિયા)ને દોષ સ્વીકારોક્તિ કરવાનું નિવેદન આપવાં મજબૂર કરવામાં આવી હતી.
એક્ટ્રેસ આમ તમામ કબૂલાતનામા ઓપચારિક રીતે પરત લે છે. અરજીમાં રિયાએ એમ પણ કહૃાું કે, તેની અટકાયત ’ગેરજરૂરીછે અને કોઇ કારણ વગર જ કરવામાં આવી છે. મંગળવારે મેજિસ્ટ્રેટ કોર્ટે તેને જામીન આપવાનો ઇક્ધાર કરી દીધો હતો. જે બાદ રિયાએ જામીનનો બીજી વખત પ્રયાસ કર્યો છે. બુધવારે આ અરજી તેનાં વકીલ સતિશ માનિંશદૃે તરફથી દાખલ કરવામાં આવી છે.
જેમાં ૨૮ વર્ષની એક્ટ્રેસે પોતાને નિર્દોષ હોવાનો દાવો કર્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેણે કોઇ અપરાધ કર્યો નથી. અને આ કેસમાં તેને ફસાવવામાં આવી છે.