દૃેવાને કારણે ચારે તરફથી ઘેરાયેલાં અનિલ અંબાણી માટે સારા સમાચાર છે. અનિલ અંબાણી ગ્રૃપની રિલાયન્સ પાવરે કમાલ કરી દીધી છે. કોરોના કાળમાં સપ્ટેમ્બરમાં ખતમ થયેલા ત્રિમાસિકમાં કંપનીનો નફો બમણા કરતાં પણ વધારે છે. કંપનીને ૧૦૫.૬૭ કરોડ રૂપિયાનો નફો થયો છે.
ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક એટલે કે જ જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં રિલાયન્સ પાવરનો નેટ પ્રોફિટ બમણાથી વધારે થઈને ૧૦૫.૬૭ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. કંપનીએ ગુરુવારે શેર બજારને આ જાણકારી આપી છે.
ગત નાણાકીય વર્ષના આ સમયગાળામાં કંપનીનો નેટ પ્રોફિટ ૪૫.૦૬ કરોડ રૂપિયા હતો. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીની કુલ આવક ૨૬૨૬.૪૬ કરોડ રૂપિયા રહી હતી. જે ગત નાણાકીય વર્ષમાં ૨૨૩૯.૧૦ કરોડ રૂપિયા હતી. આમ કંપનીની કુલ આવકમાં લગભગ ૧૭.૩ ટકાનો વધારો થયો છે.
રિલાયન્સ પાવરે કહૃાું કે, લોકડાઉનને કારણે વીજળીની માગમાં ભારે ઘટાડો આવ્યો હતો. ખાસ કરીને ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ કન્ઝ્યુમર સેગમેંટમાં. પણ લોકડાઉન હટતાં જ વીજળીની માગ સામાન્ય સ્તર પર પહોંચી ગઈ છે.