રીવાબા જાડેજાએ જન્મદિવસ નિમિત્તે ચક્ષુદાનનો સંકલ્પ કર્યો

રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ પોતાના જન્મદિવસને સમાજ સેવાના માધ્યમથી યાદગાર બનાવ્યો છે. રીવાબા જાડેજાએ જન્મદિવસ નિમિત્તે ચક્ષુદાનનો સંકલ્પ કર્યો છે. રીવાબાએ પોતાના જન્મદિવસ પર એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેના કારણે ચારેતરફથી તેમની વાહવાહી થઈ રહી છે. આમ, રિવાબાબા જાડેજાએ ગઈકાલે જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે.
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રીવાબાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ કહી રહૃાાં છે કે, ‘આજના સ્પેશિયલ દિૃવસ પર હું મારી આંખોનું દાન કરવા માંગું છું. જો કોઈની િંજદગીમાં રોશની લાવવાની મને તક મળે છે, તો તેનાથી વધીને મોટી ખુશી બીજી કોઈ નથી. આ વીડિયોના કેપ્શનમાં જાડેજાએ લખ્યું કે, જન્મદિવસની શુભેચ્છાઓ મારી જાન, મારી તાકાત, મારી ખુશી અને મારા જીવનનો સ્ત્રોત બનવા માટે આભાર….
રવિન્દ્ર જાડેજા અને રીવાબાના લગ્ન ૧૭ એપ્રિલ ૨૦૧૬ના રોજ રાજકોટમાં થયા હતા. ૨૦૧૬માં આઈપીએલ દરમિયાન બંનેના ધામધૂમથી લગ્ન થયા હતા. જાડેજાના પત્ની રીવાબા બીજેપી પાર્ટી સાથે જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે, આ સમયે જાડેજા આઈપીએલ ૨૦૨૦ માટે યુએઈમાં હતા. આઈપીએલની આગામી સીઝન ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થવાની છે, જેમાં જાડેજા ચેન્નઈ સુપરિંકગ્સ તરફથી રમતા મેદાન પર નજર આવશે.