રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી

આજે ગણેશ ચતુર્થી છે. પ્રાચીન સમયમાં આ તિથિએ ગણેશજી પ્રગટ થયા હતાં. ગણેશ ઉત્સવ ભાદૃરવા મહિનાના વદૃ પક્ષની ચોથથી લઈને અનંત ચૌદૃશ સુધી ઉજવવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસમાં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપનનો નવતર અભિગમ અપનાવ્યો છે. ગણેશ ચતુર્થીનો આ ઉત્સવ ગુજરાતમાં ઉમંગ ઉલ્લાસથી સૌ મનાવે છે. ખાસ કરીને વડોદૃરા, સુરત, વલસાડ વગેરે સ્થળોએ ધામધુમ પૂર્વક વિઘ્નહર્તા ગણેશજીનો ઉત્સવ મોટા પાયે ઉજવાય છે.
આ વર્ષે કોરોના સંક્રમણને કારણે સાર્વજનિક ગણેશ ઉત્સવને બદલે લોકો સ્વયંભૂ પોતાના ઘરમાં રહીને જ આ દૃુંદૃાળા દૃેવની આરાધના પૂજા કરે તેવી મુખ્યમંત્રીએ સૌને અપીલ પણ કરેલી છે. વિજય રૂપાણીએ પણ પોતાના નિવાસસ્થાને અભિનવ વિચાર સાથે ગણેશ સ્થાપન કર્યું છે. પ્લાન એ પ્લાન્ટ વિથ ગણેશનો એક નવતર અભિગમ તેમણે આ ગણેશ સ્થાપનમાં અપનાવ્યો છે. આ નવતર અભિનવ વિચારમાં મુખ્યમંત્રીએ પૌધામાં પરમાત્માની ભાવના સાથે સૌને પર્યાવરણ જતન સંવર્ધન માટે મોટાપાયે વૃક્ષો વાવવા આ અવસરે આગ્રહ ભરી અપીલ પણ કરી છે.