રૂપિયા ૮.૫૩ લાખનું સાયબર ફ્રોડનું કૌભાંડ બહાર આવ્યું

ક્રેડિટકાર્ડ કૌભાંડમાં અમદાવાદ રેન્જ સાયબર ક્રાઇમેં કાર્યવાહી હાથધરી છે. જેમાં ક્રેડિટ કાર્ડ ફ્રોડ મામલે આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે તપાસ દરમ્યાન આરોપી મિલન અલકેશભાઈ ચોક્સી ની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં રૂપિયા ૮.૫૩ લાખનું સાયબર ફ્રોડનું કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી શાહીબાગ વિસ્તારમાં રહે છે.

જેથી વોચ ગોઠવી શાહીબાગથી આરોપી મિલનને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછમાં પાંચ ગુનાના ભેદ ખુલ્યા હતા. અમદાવાદ રેન્જ સાયબર સેલ દ્વારા આરોપીની ઊંડાણ પૂર્વકની હકીકત બહાર લાવવા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.