અમરેલી,
અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સની સમગ્ર ટીમ ની પાસે ઘણા સમયથી અમરેલી જિલ્લાના /શહેર ના વેપારીઓ અને જાહેર જનતા ની રજૂઆત આવતી હતી એ રજૂઆતને ધ્યાને લઇને આજરોજ અમરેલી મુખ્ય શાખા સેન્ટ્રલ બેન્ક ઓફ અમરેલી એસબીઆઇ ના મેનેજર શ્રી ઝાલાણીને રૂબરૂ જઇને અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભગીરથ ત્રિવેદી, ઉપપ્રમુખ શ્રી દિવ્યેશભાઈ વેકરીયાએ રજૂઆત કરેલ હતી. રૂા.પિયા દસ, અને પાંચના સિક્કા અને પાંચની નોટ ચલણમાં જ છે, જે સ્વીકારવાનો કોઈ પણ અનાદર ન કરી શકે. એસબીઆઇ મેનેજર શ્રી વેપારીઓના હિતમાં કાર્યરત અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉદ્યોગ, વેપાર અને ગ્રાહકોના પ્રશ્ર્નોને રજૂ કરીને સમાધાન કરવાનો પ્રયાસ કરતી રહે છે. દિવાળીના તહેવારોમાં અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સને વેપારીઓ અને નગરજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ઘણા વેપારીઓ અને ગ્રાહકો રૂપિયા દસ, પાંચના સિક્કા અને પાંચની ચલણી નોટ સ્વીકારવાની ના પાડે છે. આ બાબતે અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાષ્ટ્રિયકૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અમરેલી શાખાના મુખ્ય મેનેજરને આ બાબતે જાણકારી આપી. જે અનુસંધાને એસબીઆઇ બેંક દ્વારા લેખિતમાં અપીલ કરવામાં આવી કે રૂપિયા પાંચ, દસના સિક્કા અને પાંચની ચલણી નોટપ્રવર્તમાન છે અનેઆર બી આઇ દ્વારા આ ચલણ માન્ય છે. આ ચલણ લેવાનો કોઈ અનાદરન કરી શકે. આથી અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ભગીરથ ત્રિવેદી તેમજ મહામંત્રી રાજુભાઈ શિંગાળા મયુરભાઈ બોઘરા મિતુલભાઈ ગણાત્રા તેમજ સમગ્ર ટીમ દ્વારા અમરેલી શહેર તેમજ જિલ્લાના તમામ વેપારીઓ અને જનતાને વિનંતી છે કે આ ચલણી નાણું આપણે રોજિંદા ઉપયોગમાં અને આપણા વ્યવહારમાં આપણેજ લેવાનું ચાલુ કરીએ દેવાનું ચાલુ કરીએ જેથી આ નાણું લેવડ દેવડ કરવામાં આપણને ખૂબ ઉપયોગી થાય છે અને આનાણું ચાલુજ છે તો આપ સૌ સહકાર આપશો એવી આપ સૌને વિનંતી કરીએ છીએ.