રૂ-પાણું બજેટ..!: ન કરબોજ, ન રાહત

  • રાજ્યની સ્થાપના પછી પ્રથમ વખત ૨.૨૭ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન નીતિન પટેલે નવમી વખત ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમ વખત ૨.૨૭ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વખતે ૨.૨૭ લાખ કરોડનું બજેટ પાછલા બજેટ કરતા ૧૦,૦૦૦ કરોડથી વધુ છે.

નોંધનીય છે કે પાછલા બજેટ અને આ વખતના બજેટની સરખામણી કરીએ તો કૃષિ વિભાગમાં ગયા વર્ષે રૂપિયા ૭૪૨૩ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે આ વર્ષે કૃષિ વિભાગમાં રૂપિય ૭૨૩૨ કરોડની જાગવાઇ કરવામાં આવી છે જે પાછલા બજેટ કરતા રૂપિયા ૧૯૧ કરોડ ઓછું છે. નોંધનીય છે કે કૃષિ માટે કુલ મળીને ૨૭ હજાર ૨૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

બજેટ રજુ કરતા સમયે નાણા પ્રધાને સ્થાનિક ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયની યાદ અપાવી. તેમણે આ વિજયને પ્રજાના સર્ટિફિકેટ સાથે સરખાવ્યું હતું. તેમણે આ મુદ્દે કહૃાું કે પ્રજાની યુનિર્વસિટીમાંથી અમને ત્રિપલ-છ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ જીત એમને એમ નથી થઇ. આ માટે ભાજપ સરકારે ઘણા વિકાસના કાર્યો કર્યા છે. તેમ નીતિન પટેલે ઉમેર્યું છે. અને, વિકાસ કાર્યોમાં ગુજરાતમાં કંઇ જ કચાશ રહેતી ન હોવાનું પણ તેમણે કહૃાું છે.

નીતિનભાઈએ કહૃાું કે, લોકડાઉન સમયે રાજ્યમાં એક પણ વ્યક્તિ ભૂખ્યો ના રહે તેનું ધ્યાન સરકારે રાખ્યું છે. દવા સાથે ભોજનની પણ વ્યવસ્થા કરી. જેમાં સરકારે ૬૯ લાખ કુટુંબોની ૩ કરોડ ૩૬ લાખની જનસંખ્યાને સસ્તા અનાજની મંડળી દિન દયાલ ઉપાદ્યાય દ્વારા ૬ વખત વિના મુલ્યે અનાજ આપ્યું. જેમાં સરકારે ઘઉં ચોખા ચણા દાળ ખાંડ અને મીઠાનું વિતરણ કર્યું. આ બાદ મ્ઁન્ સિવાયના છઁન્ના માધ્યમવર્ગના ૬૧ લાખ પરિવારોને પણ સરકારે ૧ કિલો ચણા દાળ, એક કિલો ખાંડનું વિતરણ કર્યું.

આ બાદ નીતિનભાઈએ કહૃાું કે મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ ૬૭ લાખ ૩૮ હજાર પરિવારોને લોકડાઉન વખતે ૧ હજાર રૂપિયા આપવામાં આવ્યા. જે બેંક ખાતામાં સીધા જમા કરાવ્યા. આ કાર્યોનો હવાલો આપતા નાણા પ્રધાને કહૃાું કે આ કામગીરીએ જ ભાજપને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજયી બનાવ્યા છે.

ગુજરાતના અત્યારસુધીના સૌથી મોટા બજેટમાં આરોગ્ય, શિક્ષણ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પોતાની બજેટ સ્પીચમાં નીતિન પટેલે આગામી પાંચ વર્ષમાં બે લાખ લોકોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં મેન્યુફેક્ચિંરગ, ફાર્મા, એનર્જી, એન્જીનિયરીગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈ.ટી., પ્રવાસન, હૉસ્પિટાલીટી, ફૂડ પ્રોસેિંસગ, બેિંક્ધગ અને સર્વિસ સેક્ટરમાં ૨૦ લાખ રોજગારી ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદ-મહેસાણા હાઈવેને સિક્સ લેન બનાવવાની તેમજ અમદાવાદ-ગાંધીનગર અને સુરત સિવાય વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો દોડાવવા માટે આયોજન કરાયું છે.

૫૮૭.૮૮ કરોડ રુપિયાન પુરાંત દર્શાવતા આ બજેટમા મહેસૂલી આવક ૧,૬૭,૯૬૯.૪૦ કરોડ, મહેસૂલી ખર્ચ ૧,૬૬,૭૬૦.૮૦ કરોડ અંદાજવામાં આવ્યા છે. જ્યારે મહેસૂલી હિસાબ પર પુરાંત ૧૨૦૮.૬૦ કરોડ, મૂડીની આવક ૫૦૭૫૧ કરોડ, લોન અને પેશગીઓ વગેરે સહિત મૂડી ખર્ચ ૫૬,૫૭૧.૭૨ કરોડ, મૂડી હિસાબ પર ખાધ (માઈનસ) ૫૮૨૦.૭૨ કરોડ અંદાજવામાં આવ્યા છે. કોરોનાને કારણે સરકારે આ બજેટમાં કોઈ નવા કરવેરા નથી નાખ્યા અને પ્રવર્તમાન વેરામાં કોઈ પ્રકારનો વધારો પણ નથી કર્યો.

નીતિન પટેલે કહૃાું, ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા પગલાંથી ગુજરાતનું અર્થતંત્ર વેગવંતુ બન્યું છે. ગુજરાતે કોરોનાના કપળાં કારમાં ભારતને નવી દિશા આપી આપવાનું કામ કર્યું છે. તેમણે વધુમાં કહૃાું, નાના વ્યવસાયકારો ફરી બેઠા થઈ રહૃાા છે. માટે આયાત વેરાના દરોમાં વધારો અને નવા કોઈ કરવેરા નહીં નાખવાની જાહેરાત કરું છું. આમ ગુજરાતમાં કોઈ નવો કરવેરો કે વેરાના દરોમાં વધારાની કોઈ જાહેરાત કરી નથી.

નાણાંમંત્રીએ કહૃાું કે, ૨૦ સિવિલ હોસ્પિટલોમાં આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર અપાશે. આ સાથે સુરતની કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા ૨૫ કરોડ આપવામાં આવશે. નવી ૧૫૦ એમ્બ્યુલન્સ માટે ૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે આ સાથે૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસમાં વધુ નવી ૧૫૦ એમ્બ્યુલન્સ ઉમેરાશે. ઓછા જન્મ સાથે જન્મતા બાળકોની સારવાર માટે ૧૪૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ માટે ૫૦ કરોડ ફાળવવામાં આવશે.

નાણામંત્રીએ કમલમ ફ્રુટના વાવેતર માટેની પણ જોગવાઇ કરી છે. તેમણે જણાવ્યું કે,  કેવડિયાની આસ-પાસના ૫૦ કિ.મીમાં કમલમ ફ્રૂટના બે લાખના વાવેતર માટે ૧૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, ખેડૂતોની માંગ બાદ રાજ્ય સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ રાખ્યું છે.