રેકોર્ડ: કોહલીના ઇન્સ્ટાગ્રામ પર ૭.૫ કરોડથી વધુ ફોલોઅર્સ

  • ઈન્સ્ટાગ્રામ પર ૭.૫ કરોડથી વધુ ફોલોઅર્સ મેળવનાર પ્રથમ એશિયન સેલિબ્રિટી

    ભારતી ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વર્તમાન સમયમાં સૌથી લોકપ્રિય ક્રિકેટર્સ પૈકીનો એક છે. કોહલીના ચાહકો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દૃેશ બહાર પણ મોટી સંખ્યામાં છે. સોશિયલ મીડિયા સાઈટ્સ પર તેમના ફેન તેમન દૃુનિયાના ખૂણેખૂણેથી ફોલો કરી રહૃાા છે. પોટાની બેટિંગ સ્કીલથી અનેક રેકોર્ડ બનાવનાર કોહલીએ હવે સોશિયલ મીડિયામાં પણ એક મોટી સિદ્ધી પ્રાપ્ત કરી છે. કોહલીએ ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ પર ૭.૫ કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કરી લીધો છે. આ ઉપરાંત ફેસબુક પર પણ કોહલીના ૩.૭ કરોડથી વધુ અને ટ્વિટર પર ૩.૭૩ કરોડથી વધુ લોકો તેને ફોલો કરી રહૃાા છે.
    કોહલી ઈન્સ્ટાગ્રામ પર ૭.૫૫ કરોડથી વધુ ફોલોઅર્સનો આંકડો પાર કરનાર સૌપ્રથમ એશિયન સેલિબ્રિટી બન્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનને એપ પર સૌથી વધુ ફોલો કરાતા ટોપ ૪૦ લોકોમાં તે એકમાત્ર એશિયન છે. કોહલી હાલમાં ૨૯માં સ્થાને છે.
    સ્પોર્ટ્સ એથ્લીટની વાત કરીએ તો કોહલી દૃુનિયામાં ચોથા ક્રમે છે. તે રોનાલ્ડો, મેસી અને નેમાર જૂનિયર પછીના ક્રમે આવે છે. રોનાલ્ડોના વિશ્વભરમાં ૨૩.૮ કરોડ ફોલોઅર્સ છે.