રેવતી નક્ષત્ર માટે ઘરમાં એકવેરિયમ રાખી શકાય

તા. ૨૮.૫.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૮ વૈશાખ વદ તેરસ, ભરણી   નક્ષત્ર, શોભન  યોગ, વિષ્ટિ  કરણ આજે   જન્મેલાંની  ચંદ્ર રાશિ   મેષ (અ,લ,ઈ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.
વૃષભ (બ,વ,ઉ) : જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : આવકમાં વૃદ્ધિ થાય,લોકો માં આદર પ્રાપ્ત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ)       : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામકાજ માં સફળતા મળે.
તુલા (ર,ત) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : હિતશત્રુઓ થી સાવધાન રહેવું,નવા પરિચયમાં ખ્યાલ રાખવો.
ધન (ધ,ભ,ફ,ઢ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મકર (ખ,જ) : જમીન મકાન વાહનસુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
કુંભ (ગ,સ,શ ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,દિવસ લાભદાયક રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો,પ્રગતિ થાય.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

ઋષિ પરંપરાના જ્યોતિષશાસ્ત્ર માં નક્ષત્ર ખુબ મહત્વનું અંગ છે. ૧૨ રાશિઓને વધુ સૂક્ષ્મ પરિણામ મેળવવા ૨૭ નક્ષત્રોમાં વિભાજીત કરવામાં આવે છે જેથી વધુ સટીક રીતે ફળકથન થઇ શકે. આ ૨૭ નક્ષત્રને ચંદ્રની પત્નીઓ તરીકે પણ આલેખવામાં આવે છે. જેનું ગ્રહ ગોચરમાં ખુબ જ મહત્વ છે. કોઈ ગ્રહ કઈ રાશિમાં કેવું પરિણામ આપશે તેનાથી પણ સૂક્ષ્મ રીતે નક્ષત્ર પદ્ધતિથી જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે શનિ મેષમાં શું પરિણામ આપશે તેના કરતા શનિ અશ્વિની નક્ષત્રમાં શું પરિણામ આપશે તે વધુ સટીક ફળકથન બને છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે  જયારે કોઈ ગ્રહોના ઉપાય યોજવા હોય ત્યારે પણ નક્ષત્રને ધ્યાનમાં રાખી ઉપાય કરવામાં આવે તો તેના સુંદર પરિણામ મળતા હોય છે. ખુબ સરળ ઉપાયો થી પણ નક્ષત્ર પદ્ધતિથી જીવનમાં ફેરફાર શક્ય બને છે. જેમ કે કોઈ જાતકની કુંડળીમાં અશ્વિની નક્ષત્ર મુખ્ય ભૂમિકામાં આવતું હોય તો ઘરના મુખ્ય રૂમમાં દોડતા ઘોડાનું ચિત્ર રાખવાથી લાભ થાય છે. મૃગશીર્ષ નક્ષત્ર માટે હરણનું ચિત્ર જયારે રોહિણી નક્ષત્ર હોય તો મંદિરનું ચિત્ર કે રથનું ચિત્ર ભાગ્યશાળી બને છે. પુષ્ય કે અનુરાધા નક્ષત્ર માટે કમળનું ચિત્ર સારું રહે છે.રેવતી નક્ષત્ર માટે માછલીઓ નું ચિત્ર કે ઘરમાં એકવેરિયમ રાખી શકાય. આ ઉપરાંત નક્ષત્રને લગતા વનસ્પતિ પ્રયોગ પણ યોજી શકાય. જયારે દરેક ગ્રહ ક્યાં નક્ષત્રમાં બેઠા છે તે અનુલક્ષીને ફળકથન કરવામાં આવે ત્યારે તે ફળકથન વધુ યોગ્ય દિશામાં જતું જોવા મળે છે કેમ કે જે તે ગ્રહ જે તે નક્ષત્રમાં તે મુજબના ગુણ પ્રદર્શિત કરતા હોય છે.