રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં હોટલ બનાવવાના આક્ષેપ સાથે સોનું સૂદ સામે ફરિયાદ

લૉકડાઉન દરમિયાન જરૂરિયાતમંદની મદદ કરીને ચર્ચામાં આવેલો સોનુ સૂદ વિવાદમાં ફસાઈ રહૃાો છે. બીએમસીએ એક ૬ માળની રેસિડેન્શિયલ બિલ્ડિંગને હોટલમાં રૂપાંતરિત કરવાના આક્ષેપમાં સોનુ વિરુદ્ધ જુહૂ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. બીએમસી તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોનુ સૂદે મુંબઈમાં એ બી નાયર રોડ સ્થિત શક્તિ સાગર બિલ્ડિંગને પરમિશન વગર હોટલ બનાવી દીધી છે. શક્તિ સાગર એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અને તેનો કમર્શિયલ ઉપયોગ કરી શકાય નહીં. આ મહારાષ્ટ્ર રિઝન એન્ડ ટાઉન પ્લાિંનગ એક્ટના સેક્શન ૭ હેઠળ દંડનીય અપરાધ છે. આથી જ સોનુ સૂદ વિરુદ્ધ નિયમ પ્રમાણે એક્શન લેવા જોઈએ. બીએમસીએ સોનુ સૂદ પર બિલ્ડિંગનો હિસ્સો વધારવાનો, નકશામાં ફેરફાર કરવાનો તથા હેતુફેરનો આક્ષેપ મૂક્યો છે.
બીએમસીએ પોતાની ફરિયાદમાં એમ પણ કહૃાું છે કે તપાસમાં એ વાત સામે આવી કે સોનુ સૂદે જાતે જ જમીનના ઉપયોગમાં હેતુફેર કરી લીધો છે. આ ઉપરાંત નક્કી કરેલા પ્લાનથી વધુ બાંધકામ કરીને રેસિડેન્શિયલ બિલ્ડિંગને રેસિડેન્શિયલ હોટલ બિલ્ડિંગમાં બદલી નાખી. આ માટે તેણે ઑથૉરિટી પાસેથી જરૂરી મંજૂરી પણ લીધી નથી. સોનુ પર નોટિસની અવગણના કરવાનો આક્ષેપ પણ મૂકાયો છે. બીએમસીએ વધુમાં એમ પણ કહૃાું છે કે નોટિસ આપી હોવા છતાંય સતત ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું. અધિકારીઓએ એમ કહૃાું હતું કે બીએમસી તરફથી આપવામાં આવેલી નોટિસ વિરુદ્ધ સોનુ સૂદે મુંબઈ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ત્યાંથી તેને વચગાળાની રાહત મળી નહોતી. કોર્ટે સોનુ સૂદને હાઈકોર્ટમાં અપીલ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો હતો.
બીએમસીનું કહેવું છે કે કોર્ટ તરફથી આપવામાં આવેલો ત્રણ અઠવાડિયાનો સમય પૂરો થઈ ગયો છે અને એક્ટરે ગેરકાયદેસર બાંધકામ ના હટાવ્યું અને હેતુફેરના નિર્ણયને કેન્સલ પણ કર્યો નથી. આથી જ બીએમસીએ પોલીસ ફરિયાદ કરી છે. આ એફઆઈઆર, એમઆરટીપી એક્ટ હેઠળ કરવામાં આવી છે. સોનુ સૂદે આ મુદ્દે કહૃાું હતું કે તેણે પહેલાં જ બીએમસી પાસેથી યુઝર ચેન્જ માટે પરમિશન લીધી હતી અને હવે મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઑથૉરિટીની મંજૂરી મળવાની રાહ જોતો હતો.