રૈના મારા પુત્ર જેવો, પણ ટીમમાં તેની વાપસી મારા હાથમાં નથી

ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસન માટે સુરેશ રૈના પુત્ર જેમ છે અને તેઓએ બુધવારે કહૃાું કે, રૈનાની ટીમમાં વાપસી પર કોઈ નિર્ણય નથી લઈ શકતો. શ્રીનિવાસને કહૃાું કે, રૈનાની સીએસકેમાં વાપસી પર કોઈપણ નિર્ણય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીવાળી ટીમ મેનેજમેન્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ શ્રીનિવાસને રૈના વિશે કહૃાું હતું કે, તેના માથા પર સફળતા ચઢી ગઈ છે. રૈના ગત અઠવાડિયા કોવિડ ૧૯ના ૧૩ મામલા સામે આવ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની દૃુબઈમાં કેમ્પથી ભારત પરત ફરી આવ્યો હતો. કોરોના પોઝિટિવ આવેલાં ખેલાડીઓમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર દીપક ચહર પણ સામેલ છે.
તેના બાયો બબલના કથિત ઉલ્લંઘના સંબંધમાં થોડો વિવાદ હતો પણ આ ખેલાડીએ તેનાથી સાફ ઈક્ધાર કરી દીધો છે. ભારતીય ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ અગાઉ રૈના સામે નારાજ હતા. પણ બાદમાં તેઓ શાંત પડી ગયા હતા. એવું માનવામાં આવી રહૃાું છે કે રૈનાએ શ્રીનિવાસન સાથે વાત કરી છે અને તેઓને પિતાતુલ્ય ગણાવતાં સંકેત આપ્યા છે કે તે કદાય કેમ્પમાં પરત ફરી શકે છે. તો શ્રીનિવાસને કહૃાું કે, હું તેને પુત્રની જેમ સમજું છું. આઈપીએલમાં ટીમની સફળતાનું કારણ એ છે કે ફ્રેન્ચાઈઝી હંમેશા ક્રિકેટ મામલાઓને પોતાની જ અલગ રાખે. ઈન્ડિયા સિમેન્ટ ૬૦ના દાયકાથી ક્રિકેટ ચલાવી રહૃાું છ.
પણ હું હંમેશા આમ જ રહીશ. તો રૈનાની વાપસી અંગે શ્રીનિવાસને કહૃાું કે, મહેરબાની કરીને સમજો કે તે મારા અધિકાર ક્ષેત્રમાં નથી. અમે ટીમના માલિક છીએ, અમે ફ્રેન્ચાઈઝીના માલિક છીએ પણ અમે ખેલાડીઓના માલિક નથી. ટીમ અમારી છે, પણ ખેલાડી નથી. હું ખેલાડીઓનો માલિક નથી. રૈનાનો નિર્ણય ધોની સાથે સીઈઓ કેએસ વિશ્વનાથન સહિતની ટીમ મેનેજમેન્ટ લેશે. હું ક્રિકેટ કેપ્ટન નથી. મેં ટીમ મેનેજમેન્ટને ક્યારેય પણ કહૃાું નથી કે કયા ખેલાડીને રમાડો, કયા ખેલાડીને ખરીદૃો, ક્યારેય નહીં. અમારી પાસે સર્વકાલીન મહાન કેપ્ટન છે. એટલે મારે ક્રિકેટના મામલાઓમાં હસ્તક્ષેપ કેમ કરવો જોઈએ?