રોજ મારા ૪૦થી ૫૦ હજાર ફોલોઅર્સ ઓછા થઇ રહૃાા છે: કંગના રનૌત

એક્ટ્રેસ કંગના રનૌતનું કહેવું છે કે સોશિયલ મીડિયા એપ્લિકેશન ટ્વિટર પર તેના ફોલોઅર્સની સંખ્યા રોજ ૪૦થી ૫૦ હજાર ઘટી રહી છે. તેના મુજબ રાષ્ટ્રવાદીઓને દરેક જગ્યાએ સંઘર્ષ કરવો પડી રહૃાો છે. તેણે આ વાત એક યુઝરને જવાબ દૃેતા લખી છે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે તમારા ફોલોઅર્સ સતત ઘટી રહૃાા છે. ચોકીદાર ફિર સે નામનું અકાઉન્ટ ચલાવનાર યુઝરે તેના ટ્વીટમાં લખ્યું હતું કે, કંગના જી તમારા ફોલોઅર્સની સંખ્યા ઓછી થઇ રહી છે. મને આ બાબતે શંકા હતી પણ હવે પુષ્ટિ થઇ કે આ ટ્વિટર કરી રહૃાું છે. એક કલાક પહેલાં તમારા ફોલોઅર્સ અંદાજે ૯ લાખ ૯૨ હજાર હતા પરંતુ હવે તે ૯ લાખ ૮૮ હજાર છે.
આ યુઝરને જવાબ આપતા કંગનાએ લખ્યું, હું સહમત છું, મેં પણ રોજ ૪૦-૫૦ હજાર ફોલોઅર્સ ઘટવાની વાત નોટિસ કરી છે. આ પ્લેટફોર્મ પર હું એકદમ નવી છું પરંતુ આ કામ કેમ કરે છે? તેઓ આવું કેમ કરી રહૃાા છે? કોઈ આઈડિયા છે? આ ટ્વીટમાં તેણે ટ્વિટર ઇન્ડિયા, ટ્વિટરના સીઈઓ જેક ડોર્સી અને ટ્વિટર સપોર્ટને પણ ટેગ કર્યા છે. પ્રેમ દૃેસાઈ નામના એક યુઝરે તેને જવાબ આપતા લખ્યું કે, મેમ આને ઘોસ્ટ બેન કહેવામાં આવે છે. એટલે કે જો તમે દૃેશદ્રોહીઓ વિરુદ્ધ કઈ બોલો છો, રાષ્ટ્રવાદની ભાવના સાથે કઈ બોલો છો અથવા લોકોની ખરાબ વાતોને એક્સપોઝ કરો છો અને જો તે ફેમસ થઇ જાય છે તો ટ્વિટર તમારા પર ઘોસ્ટ બેન કરે છે, જેમ કે તમારા ટ્વીટ ઓછા લોકોને દૃેખાડવા.
તે યુઝરને જવાબ આપતા કંગનાએ કહૃાું, હમ્મ હું જોઈ રહી છું કે રાષ્ટ્રવાદીઓને દરેક જગ્યાએ સંઘર્ષ કરવો પડે છે, તેમનું રેકેટ ઘણું સ્ટ્રોંગ છે, મેં તે નોટિસ કર્યું કારણકે ગઈ રાત્રે અમે ૧ મિલિયનની એકદમ નજીક હતા. કોઈ વાંધો નહીં, તે બધા લોકોની ઈમાનદારીથી માફી માગવા ઈચ્છું છું જે ઓટોમેટિક અનફોલો થઇ રહૃાા છે. એકદમ અયોગ્ય પરંતુ આ માટે આપણે અત્યારે સ્માઇિંલગ ફેસ યુઝ કરી શકીએ છીએ.