રોડ સેટી સિરીઝ: કેમેરાની સામે સેહવાગે મજાક ઉડાવી,યુવરાજે આપ્યો જવાબ

સચિન તેંડુલકર રોડ સેફટી વર્લ્ડ સિરીઝ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઈન્ડિયા લિજેન્ડ્સની ટીમનું નેતૃત્વ સંભાળી રહૃાો છે, જેમાં યુવરાજ સિંહ, વીરેન્દ્ર સહેવાગ, પ્રક્ષાન ઓઝા જેવા દિગ્ગજ ખેલાડીઓ સામેલ છે. છેલ્લી મેચમાં સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગની તોફાની બેટિંગને કારણે બાંગ્લાદેશ લીજેન્ડ્સ વિરુદ્ધ ૧૦ વિકેટથી ઈન્ડિયા લેજન્ડ્સને જીત મળી હતી.

સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ અને યુવરાજ સિંહનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકોને ખુબ પસંદ આવી રહૃાો છે. પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સચિન તેંડુલકર હાથમાં સોય લગાવી રહૃાો છે. સહેવાગ સચિન તેંડુલકર તરફના કેમેરો કરીને કહે છે, આ જુઓ, ભગવાન છે અમારા, હજુ પણ ક્રિકેટ રમવાથી બહાર નથી આવી રહૃાા, સોય લગાવીને મેચ રમશે.

આ પછી સેહવાગે નજીકમાં બેઠેલા યુવરાજિંસહ તરફ કેમેરો ફેરવ્યો હતો. જે સુઝ પહેરી રહૃાો હતો. સહેવાગે યુવરાજ સિંહને સચિન પર ટિપ્પણી કરવા જણાવ્યું, આ અંગે યુવરાજિંસહે કહૃાું, ભાઈ, તમે સિંહ છો પણ તે બબ્બર સિંહ છે. બબ્બર સિંહ આમ હાથ નહીં આવે. યુવરાજિંસહની આ વાત શાંભળીને દરેક લોકો હસવા લાગે છે.

આ પછી સેહવાગ ફરી એકવાર સચિનની પાસે આવે છે અને કહે છે કે, સર તમારી પ્રતિક્રિયા. આના પર સચિનને હસતા હસતા કહેતા જોવા મળી રહૃાો છે કે, તારી સામે કેવી રીતે કહું, તારી સામે કોઈને પ્રતિક્રિયા આપવાની તક મળે છે. આ વાત શાંભળીને દરેક વ્યક્તિ ફરીથી હસવા લાગે છે.તમને જણાવી દઈએ કે આ લીગનો હેતુ રોડ પર ડ્રાઈવિંગ કરતી વખતે લોકોના વિચારોને બદલવાનો છે. અને ડ્રાઈવિંગ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો છે. આ ઇવેન્ટ ૫ માર્ચથી શરૂ થઈ છે જે ૨૧ માર્ચ સુધી ચાલશે.