રોનાલ્ડોનો બીજો કોરોના ટેસ્ટ આવ્યો નેગેટીવ

પોર્ટુગલના સુપર સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફરી એક વાર કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે અને આ વખતે સારા સમાચાર એ છે કે તે કોરોનાની બીમારીમાંથી બહાર આવી ગયો છે કેમ કે તેનો આ વખતનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

થોડા સમય અગાઉ રોનાલ્ડોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે કોરોન્ટાઇન થઈ ગયો હતો. આઇસોલેશનનો તબક્કો પૂરો કર્યા બાદ તેણે ફરીથી રિપોર્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે. રોનાલ્ડોનો ૧૩મી ઓક્ટોબરે રિપોર્ટ કરાવાયો હતો જે પોઝિટિવ આવ્યો હતો અને ત્યારથી જ તેને કોરોન્ટાઇન કરી દેવાયો હતો.

કોરોના વાયરસની લપેટમાં આવતા અગાઉ રોનાલ્ડો લીગની બે મેચમાં યુવેન્ટસ માટે રમીને ત્રણ ગોલ કર્યા હતા. રોનાલ્ડોની છેલ્લી મેચ ૧૧મી ઓક્ટોબરે નેશન્સ લીગમાં ફ્રાન્સ સામે હતી પરંતુ તે મેચમાં બેમાંથી એકેય ટીમ ગોલ કરી શકી ન હતી અને બંનેને પોઇન્ટ વહેંચી દેવામાં આવ્યા હતા. યુવેન્ટસ હવે તેની આગામી મેચ રવિવારે સિરી-એમાં સ્પેજિયા સામે રમનારી છે.