રોબિન ઉથપ્પાની વિસ્ફોટક ઇનિંગ: ૩૨ બોલમાં ૮૭ રન ફટકાર્યા

વિજય હઝારે ટ્રોફી ગ્રુપ સીના રાઉન્ડ-૫ મેચમાં રોબિન ઉથપ્પાની શાનદાર ઇનિંગના જોરે કેરળે બિહારને ૯ વિકેટ હાર આપી છે. ૫૦ ઓવરની આ મેચમાં બિહારે પ્રથમ રમતા કેરળની સામે ૧૪૯ રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જે કેરળે માત્ર ૮.૫ ઓવરમાં જ એક વિકેટ ગુમાવીને સરળતાથી મેળવી લીધો હતો.
કેરળના ઓપિંનગ બેટ્સમેન રોબિન ઉથપ્પાએ ૨૭૧.૮૮ની સ્ટ્રાઈક રેટ સાથે અણનમ ૮૭ રનની ઇનિંગ રમી. આ દરમિયાન તેમના બેટથી કુલ ૧૦ છગ્ગા અને ચાર ચોગ્ગા નીકળ્યા. રસપ્રદ વાત એ રહી કે ઉથપ્પાએ એક ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા. તેની દમદાર ઇનિંગના જોરે કેરળે બિહારને સરળતાથી હાર આપી હતી.
ઉથપ્પા ઉપરાંત આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજબૂ સેમસને પણ ૯ બોલમાં અણનમ ૨૪ રન બનાવ્યા. તેણે પોતાની આ ઇનંમગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
નોંધનીય છે કે, આઈપીએલ ૨૦૨૦માં રાજસ્થાન રોયલ્સ માટે રમનાર રોબિન ઉથપ્પાને આઈપીએલ ૨૦૧ની હરાજી પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના ટ્રેન્ડ વિન્ડો ટ્રાન્સફર અંતર્ગત પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ઉથપ્પા વિજય હઝારે ટ્રોફીમાં શાનદાર ફોર્મમાં છે, એવામાં ચેન્નઈની ટીમ આ વાતથી ઘણી ખુશ હશે.