રોમેન્ટિક ડિનર ડેટ પર ગયા હાર્દિક અને નતાશા, તસવીરો થઇ વાયરલ

ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ ટીમ ઇન્ડીયાને ટી૨૦ સીરીઝ જીતાડવામાં હાર્દિક પંડ્યાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ટીમ ઇન્ડીયા અત્યારે પણ ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયામાં છે. તો બીજી તરફ હાર્દિક પંડ્યા પરત ફર્યા છે, પોતાના પુત્રના જન્મ બાદ હાર્દિક પંડ્યાને આઇપીએલ માટે દુબઇ જવું પડ્યું હતું. ત્યારબાદ સીધો ઓસ્ટ્રેલિયા પ્રવાસ હતો. પોતાના પુત્રને ૪ મહિના બાદ મળ્યા બાદ હાર્દિક ખૂબ ઇમોશનલ હતા. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પુત્ર સાથે એક તસવીર શેર કરી હતી.

હવે હાર્દિક પોતાના પુત્ર અગસ્ત્ય અને પોતાની મંગેતર નતાશા સાથે સમય વિતાવી રહૃાો છે. આ દરમિયાન નતાશા અને હાર્દિકની ડિનર ડેટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તાજેતરમાં નતાશા સ્ટેનકોવિકએ પોતાના ઇંસ્ટાગ્રામ પર કેટલીક તસ્વીરો શેર કરી છે, જેમાં હાર્દિક અને તે ક્વોલિટી ટાઇમ સ્પેંડ કરતાં જોવા મળી રહૃાા છે. તેમણે હાર્દિકના ફોટોને પોતાની સ્ટોરી પર શેર કરી અને લખ્યું માય ડિનર ડેટ.

નતાશાની આ પોસ્ટને હાર્દિકે પણ પોતાની સ્ટોરી પર શેર કરી. તમને જણાવી દઇએ કે અગસ્ત્યના જન્મના એક મહિના બાદ જ હાર્દિક પંડ્યા આઇપીએલ રમવા યૂએઇ જતા રહૃાા હતા, જ્યાં પાંચમી વાર જીતનાર મુંબઇ ઇન્ડીયન્સ ટીમનો ભાગ રહૃાા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ વનડે અને ત્રણ ટી૨૦ મેચ રમનાર ભારતીય ટીમમાં સામેલ હતા.