રોયલ ચેલેન્જર બેંગ્લોરના નવા બેટિંગ કોચ તરીકે સંજય બાંગરની નિયુક્તિ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે સંજય બાંગરને બેટિંગ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. આઇપીએલની ૧૪મી સીઝન માટે ભારતના ભૂતપૂર્વ બેટિંગ કોચ બાંગરને આ જવાબદારી મળી છે. આરસીબીએ બુધવારે ટ્વીટ કરીને બાંગારની નિમણૂક અંગે માહિતી આપી છે. આરસીબી એ લખ્યું હતું કે, ’સંજય બાંગરને બેટિંગ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં અમને આનંદ છે. આરસીબીના પરિવારમાં આપનું સ્વાગત છે.’
સંજય બાંગર ૨૦૧૪થી ૨૦૧૯ સુધી ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ રહૃાાં હતા. બાંગરે ૨૦૧૪ની આઇપીએલ સીઝનમાં પંજાબ સાથે જોડાયા હતા અને તેમની કોચિંગ હેઠળ ટીમે ફાઈનલમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. ૪૮ વર્ષના બાંગર ભારત-એ અને ભૂતપૂર્વ આઇપીએલ ટીમ કોચી ટસ્કર્સના કોચ પણ રહી ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ માઇક હૃાુસન આરસીબી ટીમના ડિરેક્ટર ઓફ ક્રિકેટ છે. આ જ સમયે ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન સાઈમા કૈટિચ મુખ્ય કોચ હતા. વિરાટ કોહલીની અધ્યક્ષતામાં આરસીબીએ આ સિઝન માટે ૧૦ ખેલાડીઓને મુક્ત કર્યા છે. આ સીઝન માટે ખેલાડીઓની હરાજી ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થવાની છે, જેમાં આરસીબી કેટલાક મોટા ખેલાડીઓ ખરીદવાનો પ્રયાસ કરશે.
આરસીબીની ટીમ એક વખત પણ આઇપીએલનો ખિતાબ જીતી શકી નથી. આરસીબી ૨૦૦૯, ૨૦૧૧ અને ૨૦૧૬માં ફાઇનલમાં પહોંચી હતી. વિરાટની ટીમ નવી અપેક્ષાઓ સાથે ફરીથી મેદાનમાં ઉતરવા તૈયાર છે. આઇપીએલની ૧૪મી સીઝન ફક્ત ભારતમાં જ યોજાય તેવી સંભાવના છે. કોરોના મહામારીને કારણે આઇપીએલ ૨૦૨૦ના વર્ષમાં સંયુક્ત આરબ અમીરાતમાં યોજાયો હતો.