રોહનપ્રીત અને નેહા આ મહિનાના અંત સુધીમાં કરી શકે છે લગ્ન

બોલિવૂડની ટોપ સિંગર નેહા કક્કરના લગ્નને લઇને ફરી એક વખત ચર્ચા ચાલી રહી છે. આ પહેલા પણ તેના લગ્નને લઇને ઘણી ચર્ચાઓ થઇ ચુકી છે. સિંગિંગ રિયાલીટી ટીવી શો ઇન્ડિયન આઇડલના ગત સીઝનમાં સતત એવી ચર્ચા રહી કે નેહા કક્કર અને આદિત્ય નારાયણ લગ્ન કરવા જઇ રહૃાા છે. પરતું બાદમાં જાણી જોઇને શો માટે આ વાતો ફેલાવવામાં આવી હતી. બન્ને વચ્ચે એવું કઇ હતું નહીં. આ પહેલા નેહા કક્કર લાંબા સમયથી અભિનેતા હિમાંશ કોહલી સાથે પણ સંબંધમાં છે.
માનવામાં આવી રહૃાું હતું કે બંનેની વાત લગ્ન સુધી પહોંચી ગઈ છે. પરંતુ બાદમાં બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું અને સોશિયલ મીડિયામાં, બંને એકબીજા પર આક્ષેપો કરતા જોવામાં આવ્યા હતા. હવે ફરી નેહા કક્કરના લગ્નના સમાચાર આવી રહૃાા છે. આ વખતે કહેવામાં આવી રહૃાું છે કે નેહા કક્કરે નક્કી કર્યું છે કે તે લગ્ન કરશે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં સિંગર રોહનપ્રીત સિંહના હવાલાથી દૃાવો કરવામાં આવ્યો છે કે રોહનપ્રીત અને નેહા આ મહિનાના અંત સુધીમાં લગ્ન કરી શકે છે.
બંને વચ્ચે વાતચીત પણ ફાઇનલ થઇ ગઇ છે. રોહનપ્રીત સિંઘ ‘રાઇિંઝગ સ્ટાર સિંગિંગ રિયાલિટી શોમાં પ્રથમ રનર અપ રહૃાો છે. હાલ તે બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ દ્વારા ટીવી રિયાલિટી શો ‘મુઝસે શાદી કરોગેમાં પણ જોવા મળ્યો હતો. શહનાઝ પણ રોહનને પસંદ કરી રહી હતી. પરંતુ હવે કેટલાક મહિના પછી એવા રિપોર્ટ આવી રહૃાા છે કે રોહને નેહાની પસંદગી કરી છે. આ દિવસોમાં તે પણ નેહા સાથે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી રહૃાો છે.