રોહન શ્રેષ્ઠાના પિતાએ શ્રદ્ધા કપૂર સાથે લગ્ન કરવાની મંજૂરી આપી…!!

શ્રદ્ધા કપૂર હાલમાં માલદીવ્સમાં છે ત્યારે તેનો જન્મદિવસ પણ હાલમાં જ ગયો. તેની તસવીરો અને વીડિયો પણ ખૂબ વાયરલ થયા છે. ત્યારે હાલમાં શ્રદ્ધા સાથે તેનો કથિત બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા પણ સાથે હતો. ત્યારે હવે શ્રદ્ધાના લગ્નની વાત સામે આવી રહી છે. આ પ્રસંગે રોહન શ્રેષ્ઠાના પિતા અને જાણીતા ફિલ્મ ફોટોગ્રાફર રાકેશ શ્રેષ્ઠાએ પણ આ લગ્ન વિશે વાત કરી છે.

રાકેશ શ્રેષ્ઠાએ કહૃાું કે રોહન તેની પ્રોફેશનલ લાઈફમાં ખુબ સારું કામ કરી રહૃાો છે. તમને ખબર છે કે તેણે પહેલા પોતાનો અભ્યાસ યોગ્ય રીતે પૂરો કરી લીધો હતો અને પછી કેમેરાને પ્રોફેશનલી હાથમાં પકડ્યો હતો. એવું નહોતું કે તે સ્ટુડિયો અને મારા કામના સ્થળે જ આંટાફેરા કરતો હતો. જ કારણે તેની તસવીરો ક્લિક કરવાની સ્ટાઈલ મારાથી અલગ છે. શ્રદ્ધા અને રોહન વિશે વાત કરી કે, મને ખબર છે ત્યાં સુધી બન્ને કોલેજ વખતથી જ મિત્રો છે. આ ઉપરાંત જૂહુમાં તેમના ઘણાં કોમન ફ્રેન્ડ્સ છે.

લગ્ન વિશે વાત આવી ત્યારે રાકેશે કહૃાું કે- હાલમાં તો બંને પ્રોફેશનલ લાઈફમાં સારું કામ કરી રહૃાા છે. માટે તેઓ સાથે રહેવા અંગેનો કોઈ નિર્ણય લેશે તો સમજી-વિચારીને જ લેશે. જો તેઓ એકબીજા સાથે લગ્ન કરવા માગે તો હું ખુશી ખુશી તેમના માટે બનતું બધું જ કરીશ. મારી ડિક્શનરીમાં ‘વાંધા જેવો કોઈ શબ્દ જ નથી. જો કે આ પહેલાં પણ શક્તિ કપૂરે જણાવ્યું હતું કે, તેમને રોહન અને શ્રદ્ધા લગ્ન કરે તેની સામે કોઈ વાંધો નથી.