રોહિતે આઠમાં વર્ષે ભારત માટે વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ રન બનાવ્યા

રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી વનડે સીરિમાં ભારતનો હિસ્સો નહોતો પરંતુ તેણે ભારત માટે ખાસ રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે સતત આઠમાં વર્ષે ભારત માટે વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ રન બનાવ્યા છે. રોહિત શર્માએ ૧૯ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેગ્લોરમાં ૧૧૯ રન બનાવ્યા હતા. આ વર્ષે વનડે ઈન્ટરનેશનલમાં કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલ આ સર્વાધિક સ્કોર છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં હાર્દિક પંડ્યાએ બનાવેલા ૯૨ રન કોઈ ભારતીય બેટ્સમેનનો સર્વાધિક સ્કોર હતો. બીસીસીઆઈએ રોહિત શર્માને હેમસ્ટ્રીંગના કારણે વનડે અને ટી૨૦ મેચ સીરિઝમાં આરામ આપ્યો છે અને ટેસ્ટ સીરિઝમાં સામેલ કર્યો છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ૧૭ ડિસેમ્બરથી ટેસ્ટ સીરિઝ શરુ થવાની છે.

રોહિત શર્માનો ૮ વર્ષમાં હાઈએસ્ટ સ્કોર 

૨૦૧૩- ૨૦૯

૨૦૧૪- ૨૬૪

૨૦૧૫- ૧૫૦

૨૦૧૬- ૧૭૧*

૨૦૧૭- ૨૦૮*

૨૦૧૮- ૧૫૨

૨૦૧૯- ૧૫૯

૨૦૨૦- ૧૧૯